સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના વીડિયો ટ્રેન્ડ બની ગયા છે. લગ્નના ઘણા રમુજી અને આશ્ચર્યજનક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક કન્યા સ્ટેજ પરથી પડી જાય છે, અને ક્યારેક કન્યા કેમેરામેનને થપ્પડ મારે છે. આવો જ એક વીડિયો ફરીવાર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હન વરરાજાને થપ્પડ મારતી જોવા મળે છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે કન્યાએ યોગ્ય કામ કર્યું. જયારે દુલ્હનને ખબર પડી કે દુલ્હો ગુટખા ખાઈ રહ્યો છે ત્યારે આ જોતા જ તે ગુસ્સે થઈ જાય છે અને વરરાજાને થપ્પડ મારે છે અને ગુટખા થૂંકી નાખવાનું કહે છે.
View this post on Instagram
આ વીડિયોને Instagram_niranjanm87 નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લાઈક્સ મળી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર અને કન્યા બેઠા છે અને કન્યા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. આનું કારણ એ છે કે જ્યારે દુલ્હનને ખબર પડે છે કે વર ગુટખો ખાઈને મંડપમાં આવ્યો છે, ત્યારે કન્યા ગુસ્સે થઈ જાય છે અને વરરાજાને થપ્પડ મારીને ગુટખો થૂંકવા જવાનું કહે છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
ગુટકા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, તેના કારણે સરકાર લોકોને ગુટખા ન ખાવાની સલાહ પણ આપે છે. ઘણા લોકો વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કન્યાએ વરરાજાને યોગ્ય પાઠ પણ ભણાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.