ગુજરાત(Gujarat): કપરાડા(Kaprada) તાલુકાના નાનાપોંઢા(Nanapondha) ગામમાં 9મી મેના રોજ અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લગ્નપત્રિકા અનુસાર, વરરાજા એક જ દિવસે અને એક જ સમયે બે દુલ્હન સાથે એક જ મંડપમાં લગ્ન કરશે. વરરાજા એક જ લગ્ન મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાથી બધા લગ્નની આતુરતાથી રાહ જોઇને બેઠા છે.
નાનપોંઢાના રહેવાસી પ્રકાશ ગાવિત, જેઓ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા. નયના અને કુસુમ ઘણા સમયથી પ્રકાશના ઘરમાં તેની પત્નીની જેમ રહે છે. આદિવાસી સમાજમાં, સામાન્ય રીતે યુવક-યુવતીઓ લાંબા સમય સુધી સાથે રહ્યા પછી લગ્ન કરે છે.
બંને મહિલાઓ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી:
આદિવાસી સમાજમાં ઘણા વર્ષોથી લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કપરાડાના નાનાપોંઢા ખાતે 9મી મેના રોજ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે, જેમાં વરરાજા એક સાથે એક જ લગ્ન મંડપમાં બે દુલ્હન સાથે લગ્ન કરશે. બે મહિલાઓ સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને યુવતીઓ સાથે લગ્ન કરશે.
દહાણુ-બોરડીમાં પણ આ પ્રકારના અનોખા લગ્ન થયા હતા:
બે વર્ષ અગાઉ વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડીમાં એક જ લગ્ન મંડપમાં વરરાજો બે કન્યાઓ સાથે લગ્નગ્રંથીમાં જોડાયો હતો. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં ધૂમ મચાવી હતી. ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજો બે કન્યાઓ સાથે લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યો છે.
બાળક થયા પછી લગ્ન કરવામાં આવતા હોય છે:
કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવતા કહ્યું હતું કે, આદિવાસી સમાજમાં લગ્નગ્રંથીમાં જોડાયા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બાળક થયા પછી લગ્ન કરવામાં આવતા હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્નગ્રંથીમાં જોડાતા હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અઢળક કિસ્સાઓ અત્યારસુધી સામે આવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.