થરાદ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માત(Accident)ની ઘટના દરમિયાન અનેક લોકોના મોત નીપજતા છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે હાલમાં ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં થરાદ-ડીસા હાઇવે(Tharad-Deesa Highway) પર વહેલી સવારે જાનૈયાની કાર(car) સાથે અક્સ્માત સર્જાતાં વરરાજાના પિતરાઇ કાકાનું મોત નિપજ્યું હતું. ચારને ઇજા થઈ હતી.
આ ઘટના અંગે પીઆઇએ પોલીસ દફતરે કોઈ નોંધ ન થઇ હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, થરાદના મોરીલા ગામેથી થરાદના ઇઢાટા ગામે પરણવા માટે વરરાજાની જાન થરાદ તરફ આવી રહી હતી. આ દરમિયાન, થરાદ-ડીસા હાઇવે પર મલુપુર ગામની સીમમાં ભારત ગેસના ગોડાઉન નજીક એક અલ્ટો કારચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રોંગ સાઇડમાં ફંગોળાઇને બાવળોની ઝાડીમાં પલટી ખાઇ ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, વરરાજાના કુંટુંબી કાકા કેશાભાઇ માધાજી બ્રાહ્મણ (બાકળીયા) (ઉ.વ.આ.42, રહે.ભલાસરા,તા.થરાદ)નું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક ઇશ્વરભાઇ સહિત ચારને ઓછાવત્તી ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોના નામ:
1. નરેશભાઇ ઓજેરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.38,રહે.ભલાસરા)
2. ઇશ્વરભાઇ કાશીરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.26,રહે.નાનોલ)
3. રમેશભાઇ ગંગારામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.28,રહે.મોરીલા,તા.થરાદ)
4. મુકેશભાઇ માવજીભાઇ બ્રાહ્મણ (બાકળીયા)(ઉં.18,રહે.ભલાસરા)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.