વ્યક્તિ ચાલુ બાઈક પર સૂઈને કરી રહ્યો છે ખૌફનાક સ્ટંટ- હિંમતવાળા લોકો જ જુએ આ વિડીયો

ભુજ(Bhuj): સોશિયલ મીડિયા(Social media) પર વારંવાર સ્ટંટના વીડિયો(Stunt videos) જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ(Viral videos) થઈ રહ્યો છે. આ વીડિયોમાં વ્યક્તિ ચાલુ બાઈક પર સૂઈને ખૌફનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. વિડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે.

ગુજરાતમાં આવેલ પૂર્વ કચ્છમાંથી પસાર થતા સામખીયાળી-ગાંધીધામ નેશનલ હાઈવે નો વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જીવના જોખમે બાઈક સવારી કરતાં બે યુવકોનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં બે યુવકો સર્કસના ખેલની માફક રસ્તા પર બાઈક સવારી કરી પોતાનો અને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકતા નજરે પડી રહ્યા છે.

વોન્ધ-ભચાઉ વચ્ચેના માર્ગ પર છુટા હાથે બાઈક ઉપર સુઇ જઈને બાઈક દોડાવતા યુવકોએ કોઈ જ પ્રકારના સેફ્ટીના સાધનો પણ પહેર્યા ના હોવાનું જોવા મળે છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તેમાં બે અલગ અલગ યુવકો બાઈક પર અવનવાં સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.

નેશનલ હાઈવે પર આ યુવકો જ્યારે જોખમી સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે જ કોઈ વાહનચાલકો વીડિયો બનાવી લેતા તે વીડિયો વાઈરલ થયો છે. જોકે, આ બાઈક સવાર અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. આ વિડીયોમાં વ્યક્તિ જાણે ગુજરાત પોલીસને ખુલેઆમ ચેલેન્જ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *