સુરતના મોટા વરાછામાં જીમમાં જતી સગીરા સાથે જીમ ટ્રેનરે એવી હરકત કરી કે…

હાલમાં સોશિયલ મીડિયા પર સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી ર્હેઈ હોય છે. ગુજરાતમાં તો આવી ઘટનાઓમાં સતત વધારો…

હાલમાં સોશિયલ મીડિયા પર સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી ર્હેઈ હોય છે. ગુજરાતમાં તો આવી ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવખત આવી જ એક ઘટના સામે આવી રહી છે.

રાજ્યના સુરત શહેરમાં આવેલ મોટા વરાછા વિસ્તારમાં જીમમાં જતી સગીરાને કસરત કરાવવાના બહાને છેડતી કરવામાં આવતા કઠોર ગામના જીમ ટ્રેનરની વિરુદ્ધ પોક્સો એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. મળેલ જાણકારી મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષની સગીરા પોતાના ઘરની પાસે આવેલ જીમમાં જતી હતી.

અહીં મુળ કઠોર ગામનો વતની ફારૂકઝુબેર સૈયદ જીમની તાલીમ આપવા માટે આવતો હતો. સગીરા ઉમરનામના વ્યક્તિની પાસે જ કસરત કરાવતી હતી. કસરત કરતી વખતે ઉમર સગીરાના શરીરે અડપલા કરીને છેડતી કરતો હતો. શરૂઆતમાં તો સગીરાને કંઇ લાગ્યુ નહીં પરંત દિવસેને દિવસે ઉંમરની હરકતમાં વધારો થતો જતો હતો.

આ ઘટના અંગે સગીરાએ પોતાના પરિવારને વાત કરીને જીમમાં જવાનું બંધ કરી દીધુ હતુ. થોડા દિવસ સુધી સગીરા જીમમાં ન જતાં ટ્રેનર ઉમરે સગીરાનો સંપર્ક કરીને જીમમાં કેમ નથી આવતી ? કહીને ધમકીઓ આપતો હતો. છેવટે સગીરાએ પરિવારની સાથે મળીને અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમર સૈયદની વિરુદ્ધ પોક્સો એક્ટ પ્રમાણે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *