ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવેલી છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? ત્યારે આવી જ એક દારૂની ઘટના સામે આવી છે જેમાં પોલીસ પણ સામેલ છે.
હાલમાં જ તાજેતરમાં ગુજરાતમાં દારૂના મોટા ડીલર બંસીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામ પણ ખુલવાના હતા. તેમાં હવે કોના કોના નામ ખુલશે તેના પર સસ્પેન્સ છે. ત્યારે હવે આ દારૂના ધંધામાં બુટલેગર તો ઠીક હવે પોલીસ પણ બુટલેગરની ભૂમિકા નિભાવી રહી છે. શાહીબાગ પોલીસ લાઈન માં પોતાની કારમાં અલગ અલગ કંપનીના દારૂની બોટલ વેચતો હેડ કોન્સ્ટેબલ પકડાયો છે. જેના કારણે પોલીસની ભૂમિકા શંકામાં તબદીલ થઇ ગઇ છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડાની નૂતન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ઈશ્વર સિંહ વાઘેલા સેક્સ, શાહીબાગ પોલીસ લાઈન માં પોતાના મોટર વાહનમાં અલગ અલગ પ્રકારની દારૂની બોટલ રાખીને વેચી રહ્યા હતા. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમ માં થઈ હતી. રાત્રે 08:00 ના સમય દરમિયાન શાહીબાગ પોલીસની એક ટીમ કંટ્રોલ મેસેજ મળ્યાની જગ્યા પર પહોંચી ચૂકી હતી.
અગાઉથી જણાવ્યા મુજબ ખુલ્લા મેદાનમાં એક સ્વીફ્ટ ડીઝાયર પડી હતી. પોલીસના જવાનોને ક્યાં જઈને દરવાજો ખખડાવતા કારમાં સીટ પર વિક્રમસિંહ બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા કારમાં તપાસ કરવામાં આવી ત્યારે અલગ અલગ કંપનીની દારૂની 152 જેટલી બોટલો મળી આવી હતી. તેમની સાથે વિક્રમસિંહ પાસેથી રોકડ રૂપિયા પણ મળી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા દારૂ સહિત તમામ લાખોનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ અંગે હાલ શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.