ગઢડા મંદિરના વડા એસ.પી. સ્વામી સહિત 3 સાધુ ની અટકાયત, જામીન પર છુટકારો

2007માં મંદિરની દુકાનોના ઝઘડા અને દિવાલની બાબતે થયેલી સમસ્યાના કેસમાં અટકાયત કરાઈ ઢડામાં એક તરફ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ આજે ગોપીનાથજી…

  • 2007માં મંદિરની દુકાનોના ઝઘડા અને દિવાલની બાબતે થયેલી સમસ્યાના કેસમાં અટકાયત કરાઈ

ઢડામાં એક તરફ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ આજે ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી સહિત ત્રણ વ્યક્તિની ભૂતકાળના કેસમાં પોલીસે અટકાયત કરી હતી. વર્ષ 2007માં મંદિરની દિવાલ મામલે એસપી સ્વામી અને કોઠારી સ્વામી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની અટકાયત કરી હતી. જે બાદ મહંત સ્વામીનો જામીન પર છુટકારો થયો છે.

એસ.પી. સ્વામીની અટકાયતને લઈને માહોલ ગરમાયો:

ઘટનાની વિગત અનુસાર વર્ષ 2007માં ગઢડાના ગોપીનાથજી મંદિરની દિવાલ મામલે ગુનો નોંધાયો હતો. મૌલિક ભગત વિરુદ્ધ મંદિરની દુકાનોના ઝઘડા બાબતે ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં ગઢડા પોલીસે એસપી સ્વામી સહિત ત્રણ વ્યક્તિની 151 હેઠળ અટકાયત કરી હતી અને પોલીસે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા મેજિસ્ટ્રેટે જામીન આપ્યા હતા. મહત્વનું છે કે પોલીસે ચૂંટણીના સમયે અટકાયત કરતા ગઢડામાં માહોલ ગરમાયો છે. એક તરફ મંદિરની ચૂંટણી યોજાવાની છે બીજી બાજુ અટકાયત થતા ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મંદિરમાં મહંતોના બે જૂથ વચ્ચે ચૂંટણી યોજાવી છે. આગામી 5મી મેના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વ થયેલી આ અટકાયતને લીધે માહોલ ગરમાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *