Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ(Ahmedabad)ના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનાર છે. ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં આગામી 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી ઉજવાશે.
આ શતાબ્દી મહોત્સવ માટે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની જમીન પર પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. જેનું 80 ટકાથી જેટલું પુરું થઈ ગયું છે. BAPSના હજારો હરિભક્તોએ મહંત સ્વામીની આજ્ઞાથી પ્રમુખ સ્વામી નગરમાં સેવા આપી છે. જેમાં ચાઇલ્ડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિશાલ ચાંગેલા બાંધકામ વિભાગમાં સતત 14 દિવસ બ્લોક પાથરવાની સેવા આપી હતી.
ત્યારે ચાઇલ્ડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિશાલ ચાંગેલાએ બાંધકામની સેવા અંગે જણાવ્યું હતું કે, ‘મહંત સ્વામીએ સૌ હરિભક્તોને હાંકલ કરી હતી કે, નગરમાં સેવા માટે દરેક સ્વયંસેવક તરીકે જોડાય. આ આજ્ઞાથી મને પ્રેરણા મળી અને મેં નગરમાં સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. જેથી હાલ આ નગરમાં મેં બાંધકામ વિભાગમાં સેવા કરી છે. જેમાં બ્લોકને જમીન પર પાથરવાના, ખાડા ખોદવાના અને ટ્રેક્ટરમાં પથ્થરો લોડિંગ કરવા જેવું કામ કર્યું હતું.’
સેવા સાથે પ્રોફેશન કેવી રીતે મેનેજ કર્યું?
વધુમાં ડૉક્ટર વિશાલ ચાંગેલાએ કહ્યું હતું કે, ‘અમારો દિવસ સવારે આમ તો 6 વાગ્યાથી શરૂ થતો હતો, પણ અમે સેવાકાર્યમાં સવારે 8 વાગ્યાની આસપાસ જોડાઈ જતાં અને સાંજે 7.30 વાગ્યા સુધી આમ 10-11 કલાક સેવા કાર્યકરતાં હતાં. આ સિવાય મારું સેવા કાર્ય 31 ઓક્ટોબરે પુરું થતું હતું. તેથી મારા જે દર્દીને ઇમરજન્સી એપોઇન્મેન્ટની જરૂર નહોતી તેમને મેં 1 નવેમ્બરની ડેટ આપી હતી. આ ઉપરાંત મારા જે દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હતી. તેમને પ્રાથમિક સારવાર અમારી હોસ્પિટલ દ્વારા અપાયા બાદ રાત્રે 11 વાગ્યે ઇમરજન્સી સારવાર કરવા માટે જતો હતો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.