અડધી રાતે પત્ની પ્રેમીને મળવા પહોચી, અચાનક ધણી જાગી ગયો અને…

પતિ પત્ની ઓર વો ના કિસ્સાનો અંત હમેશા હત્યાથી જ આવતો હોય છે. રાજ્યમાં આવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા યુવક રાતે તેની પત્ની સાથે પલંગ પર સૂતો હતો. રાતે ભર ઊંઘમાંથી પતિ અચાનક જાગી ગયો અને તેણે જોયું તો તેની પત્ની તેની બાજુમાં ન હતી.

જેથી તેણે ઘરમાં પત્નીને શોધી તો ન મળી જેથી પતિએ અગાઉથી એક યુવક પર શંકા હતી તેના ઘરે ગયો તો તેની પત્ની તેની સાથે હતી. પત્નીને અન્ય સાથે જોઈને ઉશ્કેરાઈને પતિએ ઘરે આવવા કીધું તો પ્રેમીએ કિધુ ‘તારી પત્ની નહીં મળે’ અને તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે ઇસનપુર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે જમી પરવારીને યુવક તેની પત્ની સાથે સુઈ ગયો હતો. બાદમાં એકાદ વાગ્યે ઉઠીને જોયું તો તેની પત્ની ઘરમાં નહોતી. જેથી આ યુવક તેને શોધવા નીકળ્યો હતો. આ દરમિયાન મહોલ્લામાં તપાસ કરી તો પત્ની મળી આવી નહોતી.

ત્યારબાદ યુવકને શંકા ગઈ કે, તેની પત્નીને એકાદ વર્ષથી દાણીલીમડામાં રહેતા અફઝલ શેખ સાથે આડા સંબંધ હોવાથી ત્યાં ગઈ હશે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો પ્રેમી અફઝલના ત્યાં યુવકને તેની પત્ની મળી આવી હતી. જયારે યુવક તેની પત્નીને લઈને જતો હતો ત્યારે આ અફઝલ રોડ પર આવ્યો અને યુવક સાથે બબાલ કરવા લાગ્યો હતો. ‘તારી પત્ની ક્યાંય નહીં જાય તેને નહીં લઈ જવા દવું, મારી સાથે જ રહેશે’ તેમ કહી બબાલ કરી યુવકને અફઝલે છરી ના ઘા છાતીમાં મારી દીધા હતા.

શરીરના અન્ય ભાગે પણ યુવકને છરીના ઘા વાગી જતા તે રોડ પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યાં યુવકની પત્ની તેને આ હાલતમાં મૂકી પ્રેમી અફઝલ સાથે જતી રહી હતી. યુવકે જાતે જ 108ને ફોન કરતા તેને એલ.જીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અફઝલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *