ઘરકંકાસ થી કંટાળીને પતિએ કરી પત્નીની હત્યા, અંતિમવિધિ પણ કરી નાંખી, હાર્ટઅટેકનું આપ્યું કારણ

ખંભાત(ગુજરાત): દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે તો નાની-મોટી લડાઈ તો થતી જ હોય છે. પરંતુ, ક્યારેક આ લડાઈ હત્યા સુધી પણ પહોચી જતી હોય છે. અત્યારે સમજામાં લગ્નેત્તર સંબંધો બંધાવવા સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, આવા સંબંધોનો કરુણ અંત આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો આણંદ જિલ્લાના ખંભાતમાં સામે આવ્યો છે. અહીં પતિએ પત્નીની હત્યા કરીને હાર્ટઅટેકથી પત્નીનું મોત થયું હોવાનું જણાવીને પત્નીની અંતિમ વિધિ પણ કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં મહિલાની હત્યા કરાયાની વાત બહાર આવતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રાગામમાં નવઘણ ભીખાભાઈ સલાટ પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે નવઘણ અને તેમના પત્ની સમુબહેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કભાઈભાઈ સલાટ વચ્ચે આડાસંબંધોના મામલે ઝઘડો ચાલતો હતો. અવારનવાર આડા સંબંધો અંગે ચાલતો ઝઘડો ક્યારેક ઉગ્ર પણ બનતો હતો. જોકે, 4 જુલાઈના રોજ આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જેના કારણે પતિ નવઘણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને પોતાની પત્ની સમુબહેનને લાકડાના પરોણાથી માર મારતા તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત, આ વાતથી અજાણ સાસરીમાં રહેલી તેમની દિકરીને અંતિમક્રિયા માટે બોલાવી લીધા હતા. જેમાં જોગણા ગામમાં રહેતી મોટી દિકરી રંજનબહેન સલાટ 5મી જુલાઇના રોજ સવારે વત્રા ઘરે આવ્યાં હતાં. આ સમયે સમુબહેનની લાશને ગોદડી ઓઢાડી હતી અને ફક્ત મોં ખુલ્લુ રાખ્યું હતું. આ અંગે રંજનબહેને તેના પિતા નવઘણને પુછતા તેમણે જણાવ્યું હતું કે, તારા મમ્મીને એટેક આવી જતાં મૃત્યુ પામ્યાં છે.

બાદમાં પતિએ પોતાની મૃત પત્નીને બપોરે આશરે બે વાગ્યાની આસપાસ ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જેસીબી બોલાવી ખાડો ખોદી દફનાવી દીધાં હતાં. આ દફનક્રિયા બાદ સૌ ઘરે જતાં રહ્યાં હતાં. આ દરમિયાન, 6 તારીખે રંજનબહેનને તેના ફોઇના દિકરા મહેશ બુધાભાઈ સલાટે જણાવ્યું હતું કે, ચોથી જુલાઇના રોજ રાત્રિના આઠેક વાગે સમુબહેનને કભાઈભાઈ મહિજીભાઈ સલાટ સાથેના આડા સંબંધ બાબતે નવઘણભાઈ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નવગણભાઈએ લાકડાના પરોણાથી માથામાં મારતા મોત નિપજાવી દીધું હતું.

પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા અંગે અજાણ્યા વ્યક્તિ દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસની ટીમ વત્રા ગામે પહોંચી હતી. ત્યારબાદ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી હતી. પોર્ટમોર્ટમમાં મહિલાના માથાના પાછળના ભાગમાં, છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. આમ પોલીસ દ્વારા પતિ નવઘણ સહિત સાત લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં અવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *