બનાસકાંઠા(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર એક ચકચાર મચાવતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર મેઢાલા ગામની સીમમાં માતા-પુત્રની અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે ધા મારી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાને પગલે થરાદ પોલીસ મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. થરાદ પોલીસ દ્વારા બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા હત્યારાઓની શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે જેમાં ગઈકાલે મોડી રાતે થરાદ તાલુકાના મેઢાળા ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે માતા અને પુત્રની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મળતી મહિતી મુજબ, થરાદના મેઢાળા ગામે રહેતા ઇસરા પટેલ ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જાણવા મળ્યું છે કે, તેઓ ગઈ કાલે મજૂરી કામ માટે બહાર ગયા હતા. આ દરમિયાન, તેમની પત્ની સીતાબેન ઘરે હતા. તેમજ 13 વર્ષીય પુત્ર પરેશ ભણવા ગયો હતો. આ દરમિયાન, મોડી સાંજે તેઓ ઘરે પરત આવતાં જ તેમની પત્ની અને પુત્રની લાશ જોતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
સીતાબેન અને પરેશના માથાના ભાગે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને સીતાબેનના પિયારીયાઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. હત્યા અંગે જાણ કરતા થરાદ પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
પોલીસ દ્વારા સ્થળનું પંચનામું કરી બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ મૃતક ગીતાબેનના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.