સુરતની સિવિલ હોસ્પીટલના MICU વોર્ડમાં 10 દર્દીઓ દાખલ હતાં અને પંખામાં શોર્ટસર્કિટ થવાંથી લાગી આગ…

હાલમાં સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આની સાથે જ આગ લાગી હોવાંની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે કેટલાંક લોકોના મોત નીપજતાં હોય છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવાં જ સમાચાર રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે. નવી સિવિલ હોસ્પિટલનાં MICU વોર્ડમાં બુધવારની રાત્રે ચોથા વર્ગના કર્મચારી તેમજ એક તબીબની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવે છે જેને પરિણામે આ શક્ય બન્યુ હતું. આગની ઘટના સમયે MICUમાં કુલ 10 દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. માઈક્રો બાયોલોજી વિભાગમાં સર્વન્ટ હરીઓમ બુધવારે મોડી રાત્રે 1 વાગ્યે એક દર્દીનો રિપોર્ટ લઈ MICUમાં આપવા માટે ગયા હતા.

દિવાલમાં લગાવવામાં આવેલ એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો હતો. જેને કારણે વોર્ડમાં હાજર ડો.સિધ્ધાંતને જણાવીને બન્નેએ ભેગા મળીને ફાયર એક્ષ્ટિંગ્યુશરની મદદથી પંખામાં લાગેલ આગ ઓલવીને જાણ ઉપરી અધિકારીને કરવામાં આવી હતી.

સિવિલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.શૈલેષ પટેલે કહ્યું હતું કે, અમે બેઠક કરી હતી. જેમાં ઇજનેરે કહ્યું હતું કે, દિવાલમાં લગાવવામાં આવેલા પંખા નાના હોય છે. 3-4 કલાક ચાલ્યા પછી ગરમ થઈ જતાં હોય છે. જેને કારણે આગ લાગવાની શક્યતામાં વધારો થઈ જવાથી પંખા કાઢી લેવા માટેની સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *