જ્યારે પણ આપણે સ્થૂળતા (Obesity)ની વાત કરીએ છીએ ત્યારે ઘણી વખત યુવાનો અને મધ્યમ વય જૂથની ચર્ચા થાય છે, પરંતુ વર્તમાન યુગમાં માતા-પિતા પણ તેમના બાળકોના વધતા વજનને લઈને ખૂબ જ ચિંતિત છે. સ્થૂળતાના કારણે બાળકોનું બ્લડ પ્રેશર(Blood pressure) વધવા લાગે છે અને તેમને અનેક બીમારીઓનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, માતાપિતા કેટલીક મહત્વપૂર્ણ પદ્ધતિઓ અપનાવીને તેમના બાળકોનું વજન ઘટાડી શકે છે.
તમારા બાળકની સ્થૂળતાથી કેવી રીતે છુટકારો મેળવવો
1. પાણી પીવડાવતા રહો:
બાળકોને ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવા માટે પ્રેરિત કરો અને તેમને જણાવો કે જો શરીરમાં પાણીની ઉણપ હોય તો સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાને કારણે શરીર ન માત્ર હાઇડ્રેટ રહેશે પરંતુ વજન પણ નિયંત્રણમાં રહી શકે છે.
2. શારીરિક પ્રવૃત્તિઓ કરાવો:
શારીરિક પ્રવૃત્તિઓ કરવી પણ જરૂરી છે. માતા-પિતાએ બાળકોને ડાન્સ કે કરાટે વગેરે કરાવડાવવા જોઈએ, જેથી તેઓ કોઈને કોઈ બાબતમાં સામેલ થઈ શકે અને તેમના શરીરને સક્રિય રાખી શકે. આમ કરવાથી માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ બાળકોની સામાજિક કૌશલ્યનો પણ વિકાસ થઈ શકે છે.
3. સારી ઊંઘ લેવા દયો:
બાળકોના વધતા વજનનું એક કારણ સમયસર ઊંઘનો અભાવ છે. આજના બાળકો ફોન કે લેપટોપ પર બેસીને સમય પસાર કરે છે, જેના કારણે તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી. પૂરતી ઊંઘ ન મળવાને કારણે તેમની ભૂખ પર પણ અસર થાય છે, જેના કારણે તેઓ સ્થૂળતાનો શિકાર બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.