ભારતીય અર્થતંત્ર આજ કાલ મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. આ મંદી માટે નિષ્ણાંતો અલગ અલગ કારણો રજૂ કરી રહ્યાં છે. નામાંકિત આર્થિક નિષ્ણાત ક્રિસ્ટોફર વુડે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શોક થેરાપીથી પીડિત છે. તેમના મત અનુસાર ભારતીય અર્થતંત્રને મંદીમાંથી બહાર નીકળવામાં હજુ એક વર્ષનો સમય લાગશે.
તેમણે જણાવ્યું હતું કે જો આનાથી ઓછા સમયમાં અર્થતંત્ર મંદીમાંથી બહાર નીકળી જશે તો તેમને આશ્ચર્ય થશે. ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટોફર વુડ અમેરિકાની મલ્ટીનેશનલ ઇન્ડીપેન્ડેટ ઇનવેસ્ટમેન્ટ બેંક અને ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની જેફ્રીસમાં ઇક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ છે. પોતાના સાપ્તાહિક નોટ ગ્રીડ એન્ડ ફીયરમાં તેમણે આ લખ્યું છે
વુડ વધુમાં જણાવે છે કે જીએસટી, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ(રેરા) અને બેંકરપ્સી કાયદો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. ક્રિસ્ટોફર વુડના જણાવ્યા અનુસાર એનબીએફસી અને સંબિધત હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઆમાં ભંડોળની અછતની પણ ભારતીય અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી છે. તેમણે ભારતની વધતી જતી નાણાકીય ખાધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના મત અનુસાર વધતી જતી નાણાકીય ખાધને ધ્યાનમાં રાખીને સરકારે બીપીએલનું ડિસઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આર્થિક મંદીની સૌથી વધુ અસર મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ પર પડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.