નોકરીયાત વ્યક્તિ માટે અપ્રેઝલ(પગારમાં વધારો)ની એક અલગ ખુશી હોય છે. જ્યારે પગારમાં વધારો થશે એવી ખબર મળે છે ત્યારે લોકોની અપેક્ષાઓ અને સપનાઓમાં વધારો થયા છે. પરંતુ મોટાભાગે એવું જોવા મળ્યું છે કે અપ્રેઝલના આંકડા સામે આવતા જ કર્મચારીઓની એ ખુશીનો અંત આવી જાય છે અને બધા સપના અને અપેક્ષાઓ પર પાણી ફરી વડે છે.
સારા કામના બદલે સારો પગાર વધારો દરેકનો અધિકાર છે. અમેરિકાના ડેન પ્રાઇસની કંપનીમાં એવું જ કંઇક જોવા મળ્યું છે. ડેનની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તેમના પગાર ધોરણથી ઘણા ખુશ છે. સોશિયલ મીડિયા પર ડેનને ‘દુનિયાનનો બેસ્ટ બોસ’ પણ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે અમેરિકાના Idahoની એક કંપની છે ‘ગ્રેવિટી પેમેન્ટ્સ’ ડેન આ જ કંપનીના સીઈઓ છે.
Bringing our $70,000 minimum wage to the heartland today. Photo via @IdahoStatesman Katherine Jones pic.twitter.com/CSsqXnyfOA
— Dan Price (@DanPriceSeattle) September 23, 2019
મીડિયા રિપોર્ટ મુજબ ડેને તેના કર્ચચારીઓના પગારમાં 10 હજાર ડોલર એટલે કે લગભગ 7,10,505 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આ કંપનીમાં કામ કરતા સૌથી ઓછા પગારના કર્ચચારીનો પગાર વાર્ષિક ધોરણે 28,42,488 રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે ડેને હવે આ નિર્ણય લીધો છે કે આગામી 5 વર્ષોમાં કર્મચારીઓની સેલરીમાં 49,74,354 રૂપિયાનો વધારો કરશે. આ તેનો લક્ષ્ય છે. આપને જણાવી દઈએ કે ડેનની કંપની ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ બિઝનેસમાં છે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા ડેને કહ્યું કે તે પૈસા અને સંપત્તિની હાલની વ્યવસ્થાથી ઘણો દુ:ખી છે. જ્યાં એક વ્યક્તિ પાસે રૂપિયાનો ભંડાર છે જ્યારે બીજા વ્યક્તિ પાસે કઇ નહીં.
This morning we cut the ribbon on the new @GravityPymts Boise office AND announced that all of our employees here will start earning our $70k min salary.
I’m so grateful to work with this amazing team and to be able to compensate them for the value they bring to our community. pic.twitter.com/stwwJgYCqQ
— Dan Price (@DanPriceSeattle) September 23, 2019
ડેનનું કહેવું છે કે તેઓ વેપાર કરી રહ્યા છીએ અને તેમનું કોઈ ચેરિટી સંગઠન નથી. તેની કંપની અને કર્મચારીઓ આગળ વધી રહ્યા છે અને એક બિઝનેસ તરીકે સંપન્ન થઈ રહ્યા છે. તેઓ બહારના પૈસા નથી લઈ રહ્યા અને તેઓ કોઈ દાન પણ નથી લઈ રહ્યા. ડેન આ જોઈને ખુશી થાય છે કે તેના કર્મચારીની સેલરીમાં વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.