રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ'(Mari Mati Maro Desh) અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘મારી માટી મારો દેશ'(Mari Mati Maro Desh) અભિયાનના ભાગરૂપે ઉધના ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી.
ભાજપ દ્વારા ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર દેશ અને શહેરના વોર્ડ સુધી પહોંચવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. દેશમાંથી માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે મોકલવામાં આવશે. ત્યારે સુરતમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આજે 30 વોર્ડમાં કળશ યાત્રાને લીલી ઝંડી આપી હતી. માટી એકત્ર કરી દિલ્હીના અમૃતવન માટે મોકલવામાં આવશે. ઉધના દરવાજા, ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે ફ્લેગ ઓફ આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. 30 અમૃત કળશ રથો શહેરના દરેક વોર્ડમાં પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કરશે.
યાત્રા દરમિયાન શહેરના દરેક વોર્ડના નાગરિકો પાસેથી માટીના કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એકત્રિત માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત વાટિકાના નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઇ પાટીલ, ધારાસભ્ય સર્વ સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, દંડક શશીકલા ત્રિપાઠી, અગ્રણી નિરંજનભાઈ ઝાંઝમેરા, દિનેશભાઈ જોધાણી સહિત પદાધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, વોર્ડના આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube