100 કરોડના ક્લબમાં સામેલ થશે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ -રીલીઝ થયાના સાત દિવસમાં ફિલ્મ જગતમાં રચ્યો ઈતિહાસ

આ દિવસોમાં, વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ'(The Kashmir Files) દેશભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આજે, ફિલ્મ સિનેમાઘરોમાં એક અઠવાડિયું પૂરું કરે તે પહેલાં જ, ફિલ્મ 100 કરોડની કમાણી કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. તેમજ વિશ્વભરમાં, આ ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે.

ભારતમાં થઇ આટલી કમાણી: 
ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના ટ્વિટ અનુસાર, ‘કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ કલેક્શને રિલીઝના સાતમા દિવસે 18.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જેનાથી ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 97.30 કરોડ રૂપિયા થઈ ગયું છે.’ સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની સતત પ્રશંસા થઈ રહી છે.

વિશ્વમાં 100 કરોડની થઇ કમાણી:
11 માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતની દર્દનાક વાર્તા પર આધારિત. ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો સામેલ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આ ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડનો બિઝનેસ કર્યો છે.

આવી છે ફિલ્મની કમાણીનું સફર:
તમને જણાવી દઈએ કે ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવી લીધો છે. બોક્સ ઓફિસના રેકોર્ડનો નાશ કરવામાં આવી રહ્યો છે. દિવસ મુજબના આંકડા આશ્ચર્યજનક છે, એક કેસ સ્ટડી છે… ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ શુક્રવાર 3.55 કરોડ, શનિવારે 8.50 કરોડ, રવિવાર 15.10 કરોડ, સોમવાર 15.05 કરોડ, મંગળવાર 18 કરોડ, જયારે ફિલ્મે બુધવારે 19.05 કરોડ અને ગુરુવારના કલેક્શન પછી 97.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દુનિયાની વાત કરીએ તો વર્લ્ડ વાઈડ ફિલ્મની કમાણી 100 કરોડને પાર કરી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *