અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું શાસન છે. અશરફ ગની દેશ છોડીને ભાગી ગયો છે. આ પરિવર્તનના પડઘા ભારતમાં પણ સંભળાઈ રહ્યા છે. તિરુવનંતપુરમના રહેવાસી અને નિમિષા ફાતિમાની માતા બિંદુએ ભારત સરકારને તેની પુત્રી અને ચાર વર્ષના પૌત્રને અફઘાનિસ્તાનથી પરત લાવવા વિનંતી કરી છે.
મળતી માહિતી મુજબ એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, નિમિષા ફાતિમા અન્ય ત્રણ મહિલાઓ સાથે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) માં જોડાવા માટે થોડા વર્ષો પહેલા કેરળ છોડી ગઈ હતી. ત્યારબાદ ચારેય મહિલાઓને 2019 માં અફઘાનિસ્તાનમાં કેદ કરવામાં આવી હતી.
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેરળની ચાર મહિલાઓ જેલમાંથી છૂટ્યા બાદ કાબુલમાં ફસાઈ ગઈ છે. તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ આ જેલબ્રેક આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. નિમિષા ફાતિમાની માતા કે બિંદુએ કહ્યું કે તેમને પુષ્ટિ મળી છે કે તેમની પુત્રી અને પૌત્ર પણ જેલમાંથી છૂટેલા લોકોમાં શામેલ છે.
બિંદુ હવે કેન્દ્ર સરકારને તેની દિકરી અને પૌત્રને ભારત પરત લાવવાના પ્રયાસોમાં દખલ કરવા અને ઝડપી કરવા વિનંતી કરી રહ્યા છે. બિંદુએ કહ્યું, “તેમને ભારત પાછા આવવા દો અને અહીંયા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”
નિમિષા ફાતિમા અફઘાનિસ્તાનની જેલમાં કેવી રીતે પહોંચી?
નિમિષા ફાતિમા ભારત છોડીને શરૂઆતમાં ઈરાન પહોંચી જ્યારે તે કથિત રીતે ISISમાં જોડાઈ. પાછળથી તે અફઘાનિસ્તાન ગઈ. ISISના નિશાન પર અમેરિકાના હવાઈ હુમલામાં તેના પતિનું મોત થયું હતું. અમેરિકાના નેતૃત્વ હેઠળના હુમલાઓના પરિણામે, 2019 માં મહિલાઓ અને બાળકો સહિત 408 લોકોએ અફઘાન સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ અફઘાન સરકારે ભારતને કહ્યું કે, તે અને અન્ય ત્રણ મહિલાઓને કેરળથી પરત લાવે. તેની માતા પણ આ જ માંગ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.