વેચાઈ ગયો સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ… જુઓ 31 વર્ષની આ અભિનેત્રીએ કેટલા કરોડમાં કરી ડીલ?

Adah Sharma buy Sushant Singh Rajput house: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020 ના રોજ અવસાન થયું. તે મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અભિનેતાના અવસાન બાદથી તેમનો ફ્લેટ(Sushant Singh Rajput house) ખાલી પડ્યો હતો. ત્યારથી કોઈએ તે ફ્લેટમાં જવાની કે રહેવાની હિંમત કરી ન હતી. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે, દિવંગત અભિનેતાનો આ ફ્લેટ વેચાઈ ગયો છે.

અદા શર્માએ દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદ્યો છે. આ ઘર વિશે ઘણા પ્રકારના સમાચાર આવી રહ્યા હતા કે, કેટલાક લોકો ઘર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2020 માં બાંદ્રા સ્થિત આ ફ્લેટમાં અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારથી આ ઘર ચર્ચામાં છે. અદા શર્મા ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’થી ચર્ચામાં છે. વિવાદોમાં હોવા છતાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. ‘ધ કેરળ સ્ટોરી’માં અભિનેત્રીની ભૂમિકાએ લોકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘ધ કેરળ સ્ટોરી’ અભિનેત્રી અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદ્યું  
લગભગ 3 વર્ષથી ખાલી પડ્યા બાદ આખરે સુશાંત સિંહ રાજપૂતનો આ ફ્લેટ બોલીવુડની જાણીતી અભિનેત્રીએ ખરીદી લીધો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ અદા શર્માની ટીમનો દાવો છે કે અદાએ સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના બ્રાન્ડાના મોન્ટ બ્લેન્ક બિલ્ડીંગમાં સ્થિત ભાડાનું ઘર ખરીદ્યું છે.

અદા શર્મા તેની ટીમ અને બ્રોકર સાથે સુશાંતના ઘરે જતી જોવા મળી હતી. પરંતુ અદા શર્મા અંદર જતાં રોકાયા નહીં, ન તો તેણે પોતાનો ચહેરો બતાવ્યો કે ન તો તેણે કોઈની સાથે વાત કરી. અદાએ ફોન પર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ આપ્યો નથી. હાલ તો આ ઘર કેટલામાં ખરીદાયું, ક્યારે ખરીદાયું અને તેની સાથે જોડાયેલી અન્ય માહિતી સુશાંતના ઘરના બિલ્ડિંગ પરિસરમાં પ્રવેશેલી ટીમ કે અદાએ આપી નથી.

અત્રે ઉલેખનીય છે કે, ફાંસી લગાવીને આત્મહત્યા કરતા પહેલા સુશાંત સિંહ રાજપૂત આ ઘરમાં રહેતો હતો, ત્યારે આ ઘરનું ભાડું 4.5 લાખ રૂપિયા કહેવાતું હતું. સુશાંતની આત્મહત્યા બાદ આ ઘર લાંબા સમયથી ખાલી છે અને કોઈ તેને ભાડેથી ખરીદતું ન હતું.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

અદા શર્માએ ખરીદ્યો સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગનું નામ ‘માઉન્ટ બ્લેન્ક’ છે, જેમાં સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. આ ઘર ‘ધ કેરલા સ્ટોરી’ની લીડ એક્ટ્રેસ અદા શર્માએ ખરીદ્યું છે. તે આ ઘરમાં ક્યારે શિફ્ટ થશે તે હજુ સ્પષ્ટ નથી. અભિનેતાનો આ ફ્લેટ તેમના મૃત્યુ બાદ પણ ચર્ચામાં રહ્યો છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, આ એપાર્ટમેન્ટની ખૂબ માંગ હતી, જેના કારણે ઘરનું ભાડું વધી ગયું હતું. હવે આખરે આ ડીલ અદા શર્માના હાથમાં આવી ગઈ છે અને તેણે આ ફ્લેટ ખરીદી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટનું ભાડું
સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020ના રોજ અવસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં એવું જાણવા મળ્યું હતું કે, તેનું મુંબઈનું ઘર ભાડે છે. આ બે માળના મકાન માટે અભિનેતા દર મહિને 4.5 લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો.

અદા શર્માની પ્રોફેશનલ લાઈફ
અદા શર્માની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ‘ધ કેરલા સ્ટોરી’ને લઈને ઘણી ચર્ચામાં રહી છે. આ સિવાય અદાની વેબ સિરીઝ ‘કમાન્ડો’ 11 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. અદા શર્મા ટૂંક સમયમાં શ્રેયસ તલપડે સાથે ફિલ્મ ‘ધ ગેમ ઓફ ચૅમેલિયન’માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *