શિયાળાનો કિંગ એટલે અડદિયા પાક: જાણો પ્રોટીનથી છે ભરપૂર, બીમારી રહેશો દૂર!

Adadiya Pak: ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનો ફેમસ ‘અડદિયા પાક’ની (Adadiya Pak) માંગ વધી ગઈ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયો ખુબ ઉપયોગી છે. શિયાળામાં લોકો શરીરને ગરમ રાખે તેવી વિવિધ વાનગીનો સ્વાદ માણે છે. પરંતુ અડદિયા ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે.

અનેક તેજાના આ પાકમાં હોય છે
શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ પરંતુ અડદની દાળમાંથી બનતી આ આઈટમમાં ઘણાં ડ્રાયફ્રુટ્સ અને તેજાના હોય છે. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ઘી, ગુંદ, કાજુ, બદામ, પિસ્તા, એલચી, લવિંગ, તજ, સૂંઠ પાવડર વગેરે જેવા મસાલાઓનો ઉપયોગ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે
શિયાળામાં પોષક તત્વોથી ભરપૂર ‘અડદિયા પાક’ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને શિયાળામાં ખાવાથી શરીરમાં થતા અનેક દુખાવા દૂર થાય છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે, જે શિયાળાની ઠંડીમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. જેથી લોકો શિયાળામાં અડદિયા ખાઈને પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

અડદિયાની ડિમાન્ડમાં વધારો
ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી અડદિયો છે. શિયાળામાં શક્તિવર્ધક વસાણાનો કિંગ ‘કચ્છી અડદિયા’ની ડિમાન્ડ વધે છે. અડદિયા પાકની માંગ ફક્ત ભારતમાં જ નહીં પણ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં છે.