હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સ્ત્રીઓની મદદ કરવાં માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા અમદાવાદમાં આવેલ ચાંગોદર વિસ્તારમાં કડકડતી ઠંડીમાં મધરાત્રે 2 વાગ્યે મકાનમાલિકે ઘરની બહાર કાઢી મુકેળ દંપતીની મદદે આવી હતી.
છેલ્લાં 3 મહિનાથી લાઈટબીલ ન ભર્યું હોવાને લીધે મકાનમાલિકે ઘર ખાલી કરાવવા માટે ઘરમાં ઘુસીને બધો સામાન બહાર ફેંકી દીધો હતો તેમજ કિંમતી વસ્તુઓ રાખી લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા મહિલા તથા તેના પતિને સાંત્વના આપીને કિંમતી વસ્તુઓ જેમ કે, મોબાઈલ, આઇપેડ પરત અપાવવામાં આવ્યા હતા.
પતિ-પત્ની રોડ પર ઠંડીમાં ઉભા રહ્યા હોવાંથી ધ્રુજતાં રહ્યા :
અમદાવાદમાં આવેલ ચાંગોદર નજીક એક કંપનીમાં નોકરી કરી રહેલ દંપતી ચાંગોદર નજીકના એક ફ્લેટમાં ભાડે રહેતાં હતાં. શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાત્રે 2 વાગ્યે ઘરમાલિક કેટલાક લોકોની સાથે આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી લાઈટબીલ ભરવા મુદ્દે દંપતીની સાથે ઝઘડો થયો હતો. દંપતીનો સામાન ઘરની બહાર કાઢીને ફેંકી દેવામાં આવ્યો હતો તેમજ બંનેને બહાર કાઢીને ઘર બંધ કરીને જતાં રહ્યા હતા. ઘરમાલિકે ઘરની બહાર કાઢી મુક્તા પતિ-પત્ની રોડ પર ઠંડીમાં ઉભા રહ્યા હોવાંથી ધ્રુજી રહ્યા હતા.
પતિ વિદેશી તથા મહિલા બીજા રાજ્યની હતી :
મહિલા અન્ય રાજ્યની તથા પતિ વિદેશી હતો બંને એકલા નિરાધાર હતા ત્યારે મહિલા હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી રહી હતી. જેને લીધે મહિલા હેલ્પલાઈનની ટીમ આવી હતી. રાતે 2 વાગ્યે મહિલા ઠંડીમાં ધ્રુજતા પહેલા માનવતાને લઈ હેલ્પલાઈનની ટીમે તેમને શાલ આપીને સાંત્વના પાઠવી હતી.
ત્યારબાદ તેઓ ઘરમાલિકના ઘરે ગયા હતા. જ્યાં તેઓને આ રીતે ઘરમાંથી કાઢી મૂકી શકે નહીં તેમજ વસ્તુઓ પડાવી શકે નહીં. મહિલા હેલ્પલાઈનની ટીમ આવતાની સાથે જ ઘરમાલિકે પહેલા તો આ લોકો અહીંયા જોઈએ જ નહીં કહ્યું હતું. ત્યારબાદ કાયદાકીય સમજ આપતા દંપતીનો ઘરમાં રહેલો તમામ કિંમતી સામાન આપવા માટે તૈયાર થયા હતા.
મકાનમાલિકે મોબાઈલ, પાસપોર્ટ સહિતનો સામાન લઈ લીધો હતો :
પતિ-પત્નીના 3 મોંઘા મોબાઈલ, 2 લેપટોપ, પાસપોર્ટ તેમજ કેટલાંક ડોક્યુમેન્ટ સહિત વસ્તુઓ અને દંપતીને સામાન લેવડાવી મદદ કરતાં વહેલી સવારનાં 6 વાગી ગયા હતા. રાતે દંપતી જમ્યું ન હતું. જેને લીધે મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા તેમને સવારમાં ચા-નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle