કાર અકસ્માતમાં બે માસુમોની નજર સામે પિતાએ લીધા અંતિમ શ્વાસ- જાણો કયાની છે આ ગમગીન ઘટના

હાલ અકસ્માતના વધતા કેસોમાં ફરીવાર જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે માસૂમોની…

હાલ અકસ્માતના વધતા કેસોમાં ફરીવાર જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે માસૂમોની નજર સામે બેન્ક કર્મચારી પિતાનું મૃત્યુ થયું હતું. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન પિતાની મોતને નજરે જોનારા બે માસુમ બાળકો પૈકી મોટોભાઈ જ્યારે નાનાભાઈને હોસ્પિટલમાં હૈયા ધારણા આપી રહ્યો હતો ત્યારે હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાઈએ બહેનને જ્યારે ‘કુદરત રુઠ્યો પણ હું તો છું ને’ એવું કહેતા હોસ્પિટલમાં દુ:ખદ વાતાવરણ છવાઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ પાસે આજે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેમાં પરિવાર સાથે જામનગરથી જૂનાગઢ તરફ જઈ રહેલ કાર સવાર વિજય જૈનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જયારે તેમના પત્નીને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં સામેની કારમાં સવાર એક આધેડ અને તેની બે ભાણેજને પણ ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જૂનાગઢમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોળીના તહેવારની રજાઓ હોવાથી તેનાં મામા તેડીને કાલાવડ તરફ આવતા હતા.

બીજી તરફ પિતાનું નજર સામે મૃત્યુ અને માતાની ગંભીર હાલત જોઈ તેના બંને માસૂમ બાળકો હેબતાઈ ગયા હતા. આઠથી દસ વર્ષના મોટાભાઈ દ્વારા તેની નાની બહેનને જામનગરની હોસ્પિટલમાં સાથ આપી જે હૈયારખી આપી તે જોઈને કઠોર હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

હજી તો દુનિયાદારીની પણ સમજ ન આવી ત્યાં પલવારમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બંને માસૂમ અવાચક થઇ ગયા હતા. હોસ્પિટલમાં માસુમ ભાઈ દ્વારા નાની બહેનને પેટે હાથ મુકી હૈયારખી આપવામાં આવી હતી, જાણે એમ ન કહેતો હોય કે વ્હાલા કુદરત રૂઠી ગયો છે હું નહી..તું હૈયે હામ રાખ, આ બંન્ને બાળકને જોઇને ભલભલા માણસનું પણ દિલ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *