કાગળ અને ડોક્યુમેન્ટ ને લઈને દેશભરમાં ચાલી રહેલી માથાકૂટ વચ્ચે કેન્દ્ર સરકાર એક નવો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં જ આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ સાથે લીંક કરી શકે છે.કાયદા મંત્રાલય તરફથી આના પર કાયદો બનાવવા માટે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે,જે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી સામે રજૂ કરવામાં આવશે.
સમાચાર એજન્સી IANS મુજબ, કાયદા મંત્રાલય રિપ્રેઝંટેશન ઓફ પીપલ એક્ટ, 1951 મા કેટલાક ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી આયોગ તરફથી મંત્રાલયને આવો એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેનાથી ચૂંટણી કાર્ડ મારફતે મતદાતાની જાણકારી મળી શકે. આના ઉપર સરકાર એક પગલું આગળ વધી શકે છે.
જોકે અત્યારે કાયદા મંત્રાલય આ કાયદા સાથે જોડાયેલ દરેક મુદ્દાને જોઈ રહ્યું છે. જેમાં કોઇપણ વ્યક્તિની જાણકારી, ડેટાની ચોરી ન થવી જેવી બાબતોને ધ્યાનમાં રાખશે.મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે કેબિનેટ નોટ ક્યારે રજૂ કરવામાં આવશે તેની તારીખ નક્કી નથી. પરંતુ એવું અનુમાન છે કે બજેટ સત્રમાં આ કાયદો આવી શકે છે.
જણાવી દઈએ કે ઓગસ્ટ 2019 માં આયોગ તરફથી કાયદા મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો હતો.જેમાં અપીલ કરવામાં આવી હતી કે જે નવા વોટર આઇડી કાર્ડ માટે નોંધણી કરાવે છે તેના આધાર સાથે લિંક કરવા નો વિચાર કરવામાં આવે. આમાં અત્યાર સુધીના મતદાતાઓ પણ જોડાઈ શકે છે.
હાલમાં જ થયેલા લોકસભા ચૂંટણીના આંકડાઓ મુજબ દેશમાં લગભગ ૯૦ કરોડ મતદાતાઓ છે. તેમજ લગભગ તેટલા લોકો પાસે આધાર કાર્ડ પણ છે. આના પહેલા સરકાર તરફથી આધારકાર્ડ અને પાનકાર્ડ ની લીંક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આધાર અને પાનને લિંક કરવા માટે 31 માર્ચ 2020 સુધી ની ડેડલાઇન આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.