મલેશિયાથી પામ તેલની આયાતની રોકથી અદાણી, પતંજલિ જેવી મોટી કંપનીઓને સૌથી વધારે ફાયદો

મલેશિયાથી રિફાઇન્ડ પામ તેલ ની આયાત પર રોક અદાણી, ઈમામી એગ્રોટેક, પતંજલિ આયુર્વેદ વગેરે દેશી કંપનીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે. આ બધી કંપનીઓ આયાત કરેલા તેલના ભંડાર ના કારણે ખૂબ મુશ્કેલી નો સામનો કરી રહી હતી. અને પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકતી ન હતી.

અસલમાં ભારતમાં આ કંપનીઓ રિફાઇન્ડ પામ તેલ જે કિંમતે વેચે છે તેની તુલનામાં મલેશિયાથી અહીંયા આયાત કરવામાં આવતું પામતેલ સસ્તું પડે છે. પતંજલિ હાલમાં જ દેવાળું ફૂંકી દીધેલ ખાદ્યતેલ કંપની રુચિ સોયા ને ખરીદી છે. ખાદ્યતેલ બજાર પર આ કંપનીઓનો દબદબો છે, એટલા માટે આયાત પર રોક લગાવવા થી સૌથી વધારે ફાયદો પણ તેમને જ થશે.

શા માટે લગાવવામાં આવી મલેશિયાથી આયાત ઉપર રોક??

દેખીતું છે કે કશ્મીર અને નાગરિકતા કાયદા પર ભારત સરકાર ના વલણનો મલેશિયાએ પ્રધાનમંત્રી એ વિરોધ કર્યો હતો. ત્યારબાદ મલેશિયા અને ભારત વચ્ચે વિવાદ વધી ગયો હતો.ભારતે મલેશિયા માંથી રિફાઇન કામ તેલની આયાત ઉપર રોક લગાવી દીધી છે અને એ વાતના સંકેત પણ મળી રહ્યા છે કે ભારત અન્ય વસ્તુઓની આયાત પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.

ભારતે આ પગલું ત્યારે ઉઠાવ્યું જ્યારે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતીર મહંમદ દે કાશ્મીર મુદ્દાને લઈને ભારતની ખુબ આલોચના કરી. મહતિરે નાગરિકતા કાયદાને લઈને કહ્યું કે આ સંપુર્ણ રીતે ઉચિત નથી. આ ઉપરાંત વિવાદિત ઈસ્લામિક ધર્મ ગુરુ ઝાકીર નાઈક ને શરણ આપવાથી પણ ભારત નારાજ છે.

કેમ થશે ભારતીય કંપનીઓને ફાયદો?

સોલ્વંટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા(SEAI) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીપી મહેતાએ કહ્યું વર્ષ 2019માં ઘરેલું ખાદ્યતેલ રિફાઇનરીઓ પોતાની ક્ષમતાનો ફક્ત ૪૦ ટકા જ ઉપયોગ કરી શકે છે, જ્યારે પાછલા વર્ષમાં તેમણે 60% ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો. આખી ઈન્ડસ્ટ્રી બંધ થવાની કગાર ઉપર હતી. સરકાર જો આયાત ઉપર રોગ ન લગાવતે તો તેની સામે પોતાનું અસ્તિત્વ બચાવવા નો કોઈ વિકલ્પ હતો નહીં.

દેખીતું છે કે સરકારે મલેશિયાથી ક્રૂડ એટલે કે રિફાઇન્ડ થયા વગર નું પામ તેલ તેના ઉપર આયાતની રોક લગાવી નથી. તેનાથી આ ફાયદો થશે કે ઘરેલું કંપનીઓ સસ્તા માં ક્રૂડ ઓઇલ આયાત કરી અહીંયા તેનું રિફાઇનિંગ ખુદ કરી વેચશે.

મહેતાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી જેની માંગ કરી રહી હતી કે આયાત પર થોડા સમય માટે રોક લગાવવામાં આવે. આપણે દર વર્ષે ૯૫ લાખ ટન પામ ઓઇલ આયાત કરીએ છીએ.

અદાણી ફોર્ચ્યુન બ્રાન્ડ ના નામથી ખાદ્યતેલ વેચે છે અને તેની પાસે સોયા, સૂર્યમુખી, સરસવ, મગફળી અને કપાસિયા જેવી દરેક શ્રેણીઓમાં ખાદ્ય તેલ ઉત્પાદન કરવાની વિશાળ રેન્જ છે. તે એક દિવસમાં 16800 ટન તેલનું ઉત્પાદન કરી શકે છે. રિફાઈન્ડ પાન તેલ ની આયાત પર રોગથી બીજા એવા ખાદ્ય તેલો નો ઉપભોગ વધી શકે છે. જેમાં અદાણી, રુચિ સોયા, પતંજલિ, ઈમામી જેવી કંપનીઓ મજબૂત છે.

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ હાલમાં જ ઈનસોલવેન્સી પ્રક્રિયા દ્વારા 4350 કરોડ રૂપિયામાં રુચિ સોયા ને ખરીદી છે. આ ઉપરાંત અમદાવાદની ગોકુળ ઇન્ડસ્ટ્રી પાસે પણ તમામ પ્રકારના ખાદ્ય તેલ ઉત્પાદનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *