ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર ને આવતા કોઈ નહિ રોકી શકે. આ વચ્ચે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી(BJP)ના વધુ એક નેતાએ કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા છે. ભારત વિકાસ પરિષદે(Bharat Vikas Parishad) સરકારના બધા જ નિયમોને ઘોળીને પી જતા સોમનાથમાં મેરેથોન(Marathon)ના નામે સેકડો લોકોની ભીડ એકથી કરી હતી.
હદ તો ત્યારે થઇ કે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ રાજેશ ચુડાસમા વહેલી સવારમાં આ દોડને ફ્લેગ ઓફ કરાવવા પહોંચી ગયા હતા. આ મેરેથોનના નામે ભેગી કરવામાં આવેલ ભીડમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સેકડો લોકોની ભીડમાં ન તો લોકોએ માસ્ક પહેર્યા હતા કે ન તો સામાજિક અંતર જળવાયું હતું.
વાઇબ્રન્ટ જેવા માતબર આયોજનો રદ્દ કરવાની સરકારને ફરજ પડી રહી છે તો તેવામાં ભારત વિકાસ પરિષદે તમામ પ્રકારની હદ વટાવતા સેંકડો લોકોની ભીડ ભેગી કરીને તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સવાલ એ પણ છે કે આટલી બધી ભીડ ભેગી થવા છતા પોલીસ અને જિલ્લા કલેકટર સહિતનુ તંત્ર શુ ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હતું ? સીએમ ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ રદ્દ કરે છે અને એ સિવાયના બધા જ આયોજનો રદ્દ કરવામાં આવે છે તેમ છતાં પણ ભાજપના નેતાઓ કેમ સુધરતા નથી.
ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદને ભાન પડવી જોઈએ કે, આ કોરોનામાં આ પ્રકારે ભીડ ભેગી ન કરાય. શું ભારત વિકાસ પરિષદ પણ શુ સરકાર અને તંત્રથી પણ ઉપરવટ છે.આ પ્રકારે સેંકડો લોકોની જનમેદની એકથી કરીને નેતાઓ સાબિત શું કરવા માંગે છે? ત્યારે તંત્ર આવા નેતાઓ અને આયોજકોને ક્યારે પાઠ ભણાવશે તે સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.