હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં આવેલ ભોપાલમાં એક મહિલા કુલ 13,000 રૂપિયા લાઈટ બિલ આવ્યા પછી હેરાન થઈ ગઈ હતી. કંઈ સમજ ન પડતાં તે ઉર્જા મંત્રીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારપછી મહિલાની સાથે ઉર્જા મંત્રી પણ તેના ઘર પર પહોંચ્યા હતાં.
અચાનક મંત્રી આવવાની જાણ થતાં વીજળી વિભાગના તમામ અધિકારીઓ પણ મહિલાની ઝૂંપડીએ પહોંચી ગયાં હતાં. જ્યાં મંત્રીની સામે જ મીટરની તપાસ કરતાં લાઈટ બિલ કુલ 13,000 માંથી ઘટાડો થઈને ફક્ત 212 રૂપિયા આવી ગયું હતું. બિલમાં ફેરફાર કરીને મહિલાને નવું બિલ આપી દેવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના ?
ભોપાલમાં આવેલ ભીમનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતી નિર્મલા બાઈનું લાઈટબિલ કુલ 13,000 આવતા હેરાન થઈ ગઈ હતી. અહીં નોંધનીય છે કે, નિર્મલાબાઈનાં મત મુજબ 2 મહિલા પહેલા જ તેના ઘરમાં વીજળીનું નવું મિટર લગાવી ગયાં હતાં. સૌથી વધુ વપરાશવાળું એક પણ ઉપકરણ ન હોવા છતાં આટલું લાઈટ બિલ આવ્યું હતું.
પોતાની કારમાં બેસાડીને ઉર્જામંત્રી મહિલાના ઘરે પહોંચ્યા :
નલાઈટ બિલ જોયા પછી કંઈ સમજમાં ન આવતા તેઓ ફરિયાદ કરવા માટે ઉર્જામંત્રીના ઘરે પહોંચી ગયાં હતાં. જ્યાં ઉર્જામંત્રી પ્રધ્યુમ્ન સિંહ તોમરને બિલ બતાવવામાં આવ્યું હતું. આની સાથે જ સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવી હતી. જેને કારણે ઉર્જામંત્રી પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા. બિલને જોયા પછી મંત્રી પણ એક્સન મોડમાં આવી જતાં તેઓ મહિલાને પોતાની કારમાં બેસાડીને તેની ઝૂંપડીએ પહોંચી ગયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle