જ્યાં કોરોના વેક્સીન બની રહી છે એ જ ઈન્સ્ટિટ્યૂટની લેબમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા…

અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગની ઘટના સામે આવી રહી છે. પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ…

અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગની ઘટના સામે આવી રહી છે. પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ-1ના ચોથા તથા પાંચમા ફ્લોર પર ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પુનાવાલા જણાવે છે કે, તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષીત છે તેમજ કોઈ જાનહાની થઈ નથી.

ફ્લોરની જે લેબમાં આગ ભભૂકી ઊઠી હતી ત્યાંથી ટીબીથી બચાવવા માટેની BCGની વેક્સિન બનાવવામાં આવે છે. ઘટનાસ્થળ પર કુલ 10 ફાયર ફાઈટરની ગાડી પહોંચી ગઈ હતી તેમજ બિલ્ડિંગમાંથી કુલ 4 કર્મચારીઓને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

પુણેમાં આવેલ મંજરીની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ ભભૂકી ઊઠી છે. અંદાજે 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટેપાયે ઉત્પાદન થઈ રહ્યું છે. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધનનાં હસ્તે આ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

જો કે, હજુ સુધી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી ન હતી. ઘટનાસ્થળે જ 8 જેટલી ગાડીઓ હાજર છે તેમજ આગ બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગ લાગવાનું કારણ તથા ટર્મિનલમાં કેટલાક લોકો ફસાયેલા છે એ અંગેની જાણકારી પણ હજુ સુધી સામે આવી શકી નથી. કુલ 5 ફ્લોરના આ પ્લાન્ટમાં કોવિશીલ્ડનું પ્રોડક્શન ટૂંક સમયમાં જ શરૂ થવાનું હતું.

કેમ ખાસ છે સીરમ ઈન્સ્ટિટ્યૂટ?
અત્યાર સુધીમાં SSIએ 1.5 અબજ ડોઝનું વેચાણ કરવામાં આવ્યું છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. આ આંકડા મુજબ દુનિયાના 60% બાળકોને સીરમની એક વેક્સિન ચોક્કસથી લાગી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનથી માન્યતા મળેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન કુલ 170 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. આ કંપની પોલિયો વેક્સીનની સાથે સાથે ડેપ્થોરિયા, ટિટેનસ, પર્ટ્યુસિસ, HIV, BCG, આર-હેપેટાઈટિસ બી, ખસરા, મમ્પ્સ તેમજ રુબેલાની વેક્સિન બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *