સુરત(Surat): રાજ્યમાં કોરોના વાયરસ(Corona virus)નું સંક્રમણમાં એક સમયે ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને સરકારે શાળા ખોલતાની સાથે હવે વિધાર્થીઓ પણ ધીમે ધીમે કોરોના સંક્રમિત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સુરત શહેરમાં આવેલી એક શાળામાં કોરોનાએ દસ્તક દીધી છે. શાળામાં એક વિધાર્થીની પોઝીટીવ આવતા શાળાને આગામી સાત દિવસ માટે બંધ કરી કરી દેવામાં આવી છે. શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવવાનો સિલસિલો યથાવત છે.
ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસ સામે આવતાં હોવાથી શાળાઓમાં ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે. શુક્રવારના રોજ પાલનપુર જકાતનાકાની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ(Lord Krishna School)માં અભ્યાસ કરતી ધોરણ 8ની 13 વર્ષિય વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતાં શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ ફેલાતા હવે રાંદેર ઝોનની ટીમે સ્કૂલોમાં રૂટિન ટેસ્ટિગ હાથ ધર્યું છે. તેમાં આ એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગનું કહેવું હતું કે, 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં અને તેમાં ધોરણ 8 ની આ વિદ્યાર્થિની પોઝિટિવ મળી આવી છે, તેણીને કોરોનાના કોઈ લક્ષણો નથી. હાલમાં પોઝિટિવ નોંધાતાં સ્કૂલને અઠવાડિયા એટલે કે સાત દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.