7000 રૂપિયાના ડીવાઇજ થી એટીએમ હેક કરી, 32 લાખની લુંટનો વિડીયો થયો વાઈરલ- જુઓ CCTV ફૂટેજ

રાજસ્થાન: જયપુર શહેરના 4 એટીએમમાંથી બે યુવતીઓએ થોડા દિવસો પહેલા ચાર એટીએમમાંથી રૂપિયા 32 લાખ વટાવી લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, નાના ઉપકરણની મદદથી આ લોકોએ થોડીવારમાં લાખો રૂપિયા ભરેલા એટીએમ ખાલી કરી દીધી હતી. આ મામલાની તપાસ કરી ત્યારે આ મહિલાઓના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.

વીડિયો શહેરના એટીએમનો હતો, જેમાં તેઓ આ ઉપકરણની મદદથી પૈસા ઉપાડી લે છે. પહેલી વખત એટીએમમાં ​​છેતરપિંડી કરતી આ છોકરીઓનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એટીએમનું સર્વર હેક કરીને થોડીવારમાં તેને ખાલી કરી નાખે છે. વિડીયો તમે જોઈ શકો છો કે, આ મહિલાઓ માત્ર 7 હજાર રૂપિયાના ડિવાઇસથી મશીનો હેક કરતી હતી.

રવિવારે કાલેચીએ દિલ્હીમાં એમેઝોન વેબસાઇટ પરથી રાસ્પબેરી-પાઇ ડિવાઇસ માત્ર 7,000 રૂપિયામાં ઓનલાઇન ખરીદ્યું હતું. બંને મહિલાઓને દિલ્હીમાં ટ્રેનિંગ બાદ જયપુર મોકલવામાં આવી હતી. આ યુવતીઓ પાસે રાસ્પબેરી-પાઇ ડિવાઇસ, એક નાનું કોમ્પ્યુટર છે. તે એક નાના મધરબોર્ડ જેવું છે. જે એટીએમમાં આ યુવતી જતી હતી તે આ ઉપકરણની મદદથી સીધી એટીએમના સર્વર સાથે જોડાય છે. ત્યારબાદ બેંકનું સર્વર હેક કરતી હતી. ATM ને વાઇફાઇ સાથે કનેક્ટ કરે છે. ત્યારબાદ તે નકલી બેંક સર્વર્સ બનાવે છે. ઉપકરણ સાથે જોડાયા પછી, મશીનની અંદર કોઈપણ કાર્ડ દાખલ કરીને રકમ જમા કરવામાં આવે છે. પછી થોડીવારમાં ATM ખાલી કરવામાં આવે છે. એક જ વખતમાં ATM માંથી લાખો રૂપિયા ઉપાડી લે છે.

મળતી માહિતી અનુસાર, જ્યારે આ ઉપકરણની મદદથી એટીએમ હેકિંગ કરે છે, ત્યારે તે એક કમાન્ડની મદદથી નકલી બેંક સર્વર બનાવે છે. સર્વર હેક થતાં જ આ ચેતવણીનો મેસેજ બેંક સુધી પહોંચતો નથી. જેના કારણે બંને યુવતીઓએ મહેશ નગરના એટીએમમાંથી ત્રણ મિનિટમાં 8 લાખ 40 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

યુગાન્ડાના રહેવાસી નાન્તોંગો એલેક્ઝાન્ડ્રાસ અને ગાંબિયાની રહેવાસી લૌરા કૈથ 14 જુલાઈના રોજ ભારત આવ્યા હતા. નાન્ટોંગો એલેક્ઝાન્ડ્રસનું સાચું નામ લેડી સ્ટેફિનિયા છે અને લૌરા કેથનું સાચું નામ સાન્દ્રા છે. બંને નકલી પાસપોર્ટ બનાવીને ભારતમાં ફરતા હતા. જયપુર આવ્યા બાદ તેણે એક ઓટો ડ્રાઈવરને પકડ્યો હતો. ઓટોમાં, તે બપોરે 3 થી સાંજે 7.30 સુધી ATM માં રેકી કરતી રહી હતી. ઓટોવાળાને પહેલા દિવસે 1050 રૂપિયા અને બીજા દિવસે 1200 રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, 16 થી 18 જુલાઇ દરમિયાન સવારે 7 થી 9 દરમિયાન, મહેશ નગર, ગોપાલપુરા, નહેરુ પેલેસ અને સાંગાનેરના ચાર એટીએમ બૂથમાંથી 32 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *