આજકાલ અવાર-નવાર પ્રેમસંબંધનો અંજામ હત્યા સુધી પહોચતો હોય તેવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે. પરંતુ, અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે, બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો બદલાતી ટેકનોલોજીનો સાથે સાથે હવે લોકો પણ હાઇ ટેક બની રહ્યા છે. અને હવે સોશ્યલ મીડિયા તરફ વળી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ બેફામ રીતે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
હવે લોકો સામજિક દુશ્મની કે એક તરફી પ્રેમમાં પણ બદલો લેવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડની મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કરી દેતા પોલીસ દ્વારા યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની પૂછપરછમાં બહાર આવી છે કે, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી એ યુવતીના ફિયાંસ સાથે આરોપી યુવતીને પ્રેમ સંબંધ હતો. જોકે, બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. અને આરોપી યુવતીના એક્સ બોયફ્રેન્ડએ સગાઈ કરી લીધી હતી.
જેથી યુવતીએ તેનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત યુવતી પાસે તેના બોયફ્રેન્ડનો ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ પણ હતો. જેથી તેણે ઇન્સ્ટાગ્રામના ચેટમાંથી તેની મંગેતરના ન્યૂડ ફોટો લઇ લીધા હતા અને ફેક આઇ ડી બનાવીને તે વાયરલ કરી દીધા હતા.
જોકે, આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ રીતે વિશ્વાસમાં આવીને સોશિયલ મીડિયાના આઇડી પાસવર્ડ કોઈને આપવા ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.