ગરીબ પરિવાર પૈસા કમાવવાની લાલચમાં દીકરીઓને વેચી નાખતા જોવા મળે છે. યુવતીઓ કોઈને કોઈ કારણો સર મજબૂરીમાં વેશ્યાવૃત્તિમાં આવતી હોય છે. ત્યારે કેટલાક લોકો દેહ વ્યાપારનો ધંધો કરતી યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બ્લેકમેલ કરતા પણ જોવા મળે છે.
જોકે, કેટલીક યુવતીઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે અથવા તો પોતાનો શોખ પૂરો કરવા માટે પોતાની ઇચ્છાથી દેહવ્યાપારમાં જતી હોય છે. આ ધંધામાંથી યુવતીઓ સારી કમાણી કરી લે છે. આ ધંધામાં યુવતીઓની અલગ-અલગ જગ્યાએ તસ્કરી કરવામાં આવે છે.
આજે અમે તમને એક ચોકાવનારી ઘટના વિષે જણાવીશું, એક વ્યક્તિ રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યારે રૂમમાં જે યુવતી હતી તેને જોઇને તે વ્યક્તિના હોશ ઉડી ગયા હતા. તેને ખ્યાલ ન આવ્યો કે કેવી રીતે રિએક્ટ કરવાનું છે. તે શરમથી પાણી પાણી થઈ ગયો હતો. આ યુવતી બીજું કોઈ નહિ પણ તેની બહેન હતી.
આ વ્યક્તિને રેડ લાઇટ એરિયામાં એક યુવતી મળી હતી અને તેની સાથે વાત કરતા તેને ખબર પડી કે, આ યુવતી તેના ખાસ મિત્રની બહેન છે. યુવતી સાથે વાત કરતા યુવતીએ જણાવ્યું કે, હરિયાણાની એક મહિલાએ તેને લગ્ન અને કામ અપાવવાની લાલચ આપીને તેની સાથે લાવી હતી.
યુવતીએ આગળ વાત કરતા કહ્યું કે, અહીંયા તેને જબરજસ્તી દેહ વ્યાપાર કરવા મજબૂર કરવામાં આવી હતી. જયારે યુવતીએ દેહ વ્યાપારની ના પાડી ત્યારે તેને માર મારવામાં આવ્યો. ત્યાર બાદ તે વ્યક્તિએ પોલીસની મદદથી તે યુવતીને રેડ લાઇટ એરિયામાંથી રેસ્ક્યૂ કરી હતી.
એક અન્ય યુવતીએ જણાવ્યું કે, તેને પણ નોકરીના બહાને ઝારખંડના ગુમલા જિલ્લા માંથી પટના લાવવામાં આવી હતી. થોડા દિવસ બાદ તેને વેચી દીધી હતી. થોડા સમય બાદ આ યુવતી પ્રેગ્નન્ટ થઈ હતી અને એક દીકરીને જન્મ આપ્યો હતો. અત્યારે આ દીકરી પાંચ વર્ષની છે. યુવતી કહ્યું કે અમે છેલ્લા પાંચ-છ વર્ષથી આ ધંધામાં ફસાયેલી છીએ.
હાલ પોલીસે બે યુવતીઓને રેડ લાઇટ એરિયામાંથી છોડાવી લીધી છે. બંને યુવતીઓએ અશોકા ખલીફા તથા નસીમા ખાતૂન વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. અશોકા ખલીફા અને નસીમા ખાતૂન પતિ-પત્ની છે. તેમન દીકરા રાહુલની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.