આજકાલ છેતરપીંડીના (Fraud) કેસોમાં ખુબ વધારો જોવા મળે છે. ત્યારે હાલમાં જ મહારાષ્ટ્રના (Maharashtra) પુણે(Pune) શહેરમાંથી એક મામલો સામે આવ્યો છે. આ મામલામાં ફ્રેન્ડશિપ ક્લબ દ્વારા 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ 28 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે ધરપકડ કરાયેલા આરોપીએ એક અખબારમાં ફ્રેન્ડશિપ ક્લબની જાહેરાત કરી હતી, જેમાં પુરુષોએ હાઈ-પ્રોફાઈલ મહિલાઓને ડેટ કરવાનું કહ્યું હતું. મળેલી માહિતી મુજબ જ્યારે પીડિતાએ આરોપી મહિલાનો સંપર્ક કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેણે 2 લાખ રૂપિયા ચુકવવા પડશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પછી તેને બીજા છૂટક છૂટક કરીને 60 લાખ રૂપિયા માંગી લીધા. પોલીસે વધુમાં કહ્યું કે, ટેકનિકલ વિશ્લેષણ અને બેંક ખાતાની વિગતોના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી, જે વનવાડીની રહેવાસી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર આ અંગે એક કેસ નોંધવામાં આવ્યો છે, અને પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આરોપીઓએ આવી જ રીતે અન્ય લોકોને છેતર્યા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે અખબારમાં ફ્રેન્ડશિપ ક્લબની જાહેરાતમાં કેટલાક ફોન નંબર આપવામાં આવ્યા હતા. આ નંબરો પર ફોન કરવા પર બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા. જેમાં 2 લાખ રૂપિયાની સિક્યોરિટી મની લેવામાં આવી હતી અને પછી અલગ-અલગ ચાર્જના નામે પૈસા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને શંકા જતાં તેણે પોલીસનો સહારો લીધો હતો.
એક રીપોર્ટ મુજબ મહિલા ટેલિફોન કોલર તરીકે કામ કરતી હતી. આ છેતરપિંડીના કેસમાં પોલીસ દ્વારા ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.