યુવક ગળી ગયો આખે-આખો નોકિયા ફોન, પેટમાં જતાં જ થયું કંઈક એવું કે…

કોસોવો: એક વ્યક્તિએ આખો નોકિયા 3310 ફોન ગળી ગયો હતો. તેમનો જીવ બચાવવા માટે મોટી સર્જરી કરવામાં આવી હતી. કોસોવોમાં પ્રિસ્ટિનાના 33 વર્ષના વ્યક્તિએ જૂનો નોકિયા ફોન ગળી ગયો હતો. આ તે જ ફોન છે જે લોન્ચ થયા પછી તેની તાકાત માટે પ્રખ્યાત થયો હતો. ફોન માણસના પેટમાં ફસાઈ ગયો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડો.સ્કેન્ડર તેલજાકુને ઉપકરણને સલામત રીતે હટાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

જ્યારે વ્યક્તિનું સ્કેન અને પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું હતું કે, ફોન ‘તેના માટે પચાવવા માટે ઘણો મોટો હતો’ અને તેની બેટરી હાનિકારક રસાયણો ધરાવતી હતી. ડો.સ્કેન્ડર તેલજાકુના નેતૃત્વમાં શસ્ત્રક્રિયા સફળ થઈ અને મોબાઈલ બહાર કાઢવામાં આવ્યો હતો.

ઓપરેશન પછી તરત જ ડો. તેલજાકુએ ફોનના ફોટા, એક્સ-રે અને એન્ડોસ્કોપીના ફોટા ફેસબુક પર શેર કર્યા હતા. એક્સ-રેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફોન તેના પેટમાં છે. ડો. સ્કેન્ડર ટેલજાકુએ જણાવ્યું હતું કે, “મને એક દર્દીનો ફોન આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, તેણે કોઈ વસ્તુ ગળી ગયો છે. જ્યારે અમે સ્કેન કર્યું ત્યારે ફોન તેના પેટમાં ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ બેટરી હતી, જે સૌથી વધુ ચિંતાજનક હતી. જો તે લાંબા સમય સુધી પેટમાં રહ્યો હોય તો વિસ્ફોટ થવાનો ભય હોત.

મળતી માહિતી મુજબ, તે વ્યક્તિ પેટમાં દુખાવો થયા બાદ રાજધાની પ્રિસ્ટીનાની હોસ્પિટલમાં ગયો હતો. તેલજાકુએ કહ્યું હતું કે, તે માણસે તે ફોન કેમ ગળી ગયો તે સમજાવ્યું નથી. નાના કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી એક ક્લિપમાં ડોક્ટર અને તેની ટીમને માણસના પેટમાંથી ઉપકરણને ફોન શોધતા અને દૂર કરવામાં બે કલાક લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *