જો તમે રોજ વ્યાયામ કરશો તો તેના ફાયદાઓ વિશે ઘણું બધું જાણી શકશો. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. કેટલાક લોકો દરરોજ વ્યાયામ કરે છે, જ્યારે કેટલાક લોકો કસરત કરવામાં ખૂબ આળસુ હોય છે. તમે તમારી આસપાસ એવા લોકો પણ જોયા હશે, જેમને કસરત કરવાનો શોખ હોય. તે પોતાના શરીરની જાળવણી કરે છે.
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ આવી ખતરનાક જગ્યાએ લટકીને એક્સરસાઇઝ કરતો જોવા મળ્યો હતો, જેને જોઈને લોકો હસી પડે છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો જોયા હશે, જેમાં લોકો પહાડની ટોચથી ખતરનાક જગ્યાઓ પર કસરત કરતા જોવા મળે છે. પરંતુ, આમાં દેખાતો વ્યક્તિ એવી જગ્યાએ લટકીને કસરત કરી રહ્યો છે, જ્યાંથી તેના હાથ-પગ પણ તૂટી શકે છે.
View this post on Instagram
વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ હાઈવે પર દિશા અને અંતર દર્શાવતા બોર્ડ પર લટકીને કસરત કરી રહ્યો હતો. આ બોર્ડ ખૂબ જ ઉંચાઈ પર લગાવવામાં આવ્યું હોય તેવું લાગે છે. હાલમાં, તે વ્યક્તિ આ બોર્ડ પર કેવી રીતે આવ્યો તે જાણી શકાયું નથી. તમે જોઈ શકો છો કે, તે બોર્ડને તેના બંને હાથથી પકડીને લટકીને કસરત કરી રહ્યો છે. તે વ્યક્તિને સહેજ પણ ડર લાગતો નથી.
આ વીડિયો royalcarsz નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 12 સેકન્ડનો આ વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને હજારો લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ લખી કે, ‘એને બીજી કોઈ જગ્યા મળી નથી, જો પડી જશે તો હાથ-પગ તૂટી જશે. મોટાભાગના લોકો વ્યક્તિને મૂર્ખ પણ કહી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.