આસમાન સે ગીરા BMW પે અટકા! 9 માં માળેથી મોતની છલાંગ લગાવનાર શખ્સનો થયો ચમત્કારિક બચાવ

ન્યૂઝર્સી: આજકાલ વધી રહેલા આત્મહત્યા(Suicide)ના બનાવો સામે આવી રહ્યા છે. આ દરમિયાન ક્યારેક એવું પણ થતું હોય છે કે વ્યક્તિ આપઘાત કરવામાં નિષ્ફળ રહેતો હોય છે અને તેની જિંદગી બચી જાય છે. ન્યૂઝર્સી(New Jersey)માં રહેતા એક વ્યક્તિ સાથે પણ કંઇક આવું જ બન્યું છે. આ વ્યક્તિએ આપઘાત માટે નવમા માળેથી કૂદકો(Man Jumped From 9th Floor) લગાવ્યો હતો. કુદકો માર્યા બાદ વ્યક્તિ સીધો એપાર્ટમેન્ટ(Apartment) નીચે ઊભેલી BMW કાર પર પડ્યો હતો. આ વ્યક્તિની જે હાલત થઈ હતી તેને જોઈને ભલભલા લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.

આ બનાવના એક સાક્ષીએ જણાવ્યું કે, આ વ્યક્તિ આટલી ઊંચાઈ પરથી નીચે પડવા છતાં જીવિત હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ વ્યક્તિ નીચે કાર પર પડ્યો હતો. તેને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમ છતાં તે ભાનમાં હતો. એટલું જ નહીં, તે નીચે રહેલા લોકો સાથે વાતચીત પણ કરી રહ્યો હતો. સૌથી પહેલા તેણે લોકોને પૂછ્યું કે, શું થયું? જે બાદમાં લોકોએ તેને જણાવ્યું કે, તે નવમાં માળેથી નીચે પડી ગયો છે. દર્દથી કણસતા આ વ્યક્તિને ગાડીમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને બાદમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અમેરિકામાં બનેલા આ બનાવની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિએ પોતાની ઓળખ છૂપાવી રાખી છે. કહેવામાં આવે છે કે, તેની ઉંમર 31 વર્ષ છે. તેણે કોઈ ફિલ્મના સીનની જેમ નવમા માળેથી છલાંગ લગાવી હતી. જોકે, તે સીધો નીચે પાર્ક કરેલી બીએમડબલ્યૂ કાર પર પટકાયો હતો. આટલી ઊંચાઈથી નીચે પડવા પર વ્યક્તિને તો ઇજા પહોંચી જ હતી. આ સાથે જ BMW કારના હાલ પણ બેહાલ થઈ ગયા હતા. કારની છત પણ દબાઈ ગઈ હતી. ઉપરાંત દરવાજા અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો.

ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાતચીત કરતા ઘટનાના સાક્ષી એવા ક્રિસ્ટીના સ્મિથે ઘટના અંગે જણાવ્યું કે, અચાનક એક જોરદાર અવાજ સંભળાયો હતો. શરૂઆતમાં તો તેને કંઈ સમજાયું નહીં કે ઉપરથી શું પડ્યું? થોડા સમય પછી કણસવાનો અવાજ સંભળાયો ત્યારે માલુમ પડ્યું કે કોઈ વ્યક્તિ આટલી ઊંચાઈ પરથી કાર પર પડ્યો છે. વ્યક્તિને ખૂબ ઇજા પહોંચી હતી અને તેની હાલત પણ ખૂબ જ ખરાબ હતી.

ત્યારબાદ ઇમરજન્સી કોલ કરીને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી. આ બનાવમાં આશ્ચર્યની વાત તો એ છે કે, આ વ્યક્તિ નાવમાં માળેથી નીચે પડી ગયા બાદ પણ લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. હાલ કારના માલિકની ઓળખ નથી થઈ શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *