આઈકર વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રેડ પાડવામાં આવી હતા, આ રેડ દરમિયાન આશરે 33,00 કરોડ રૂપિયાનું મોટુ હવાલા રેકેડ ઝડપાયું છે. આ હવાલા રેકેડમાં અનેક લોકો સામેલ છે અને રેકેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલુ છે. એક મોટી ગેંગ આ હવાલા રેકેડમાં સંકળાયેલી છે. જે દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં પણ ફેલાયેલા છે.
આ ગોટાળામાં ટોચના બિઝનેસમેન સામેલ હોવાની ચર્ચા
આઇ.ટી. વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આ હવાલા રેકેટમાં ટોચના બિઝનેસમેન પણ સામેલ છે. સી.બી.ડી.ટી.એ એક નિવેદન બહાર પાડ્યું હતું કે આશરે 42 જેટલા સૃથળોએ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે દરમિયાન આ મોટો ખુલાસો થયો છે.
3300 કરોડ રૂપિયાનો હવાલા કૌભાંડ
આશરે 3300 કરોડ રૂપિયાના આ હવાલા કૌભાંડમાં હજુ પણ તપાસ ચાલી રહી છે અને એક મોટી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, પૂણે, આગ્રા, ગોવા સહીતના અનેક સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક મોટુ રેકેડ ઝડપાયું છે.
સામેલ કંપનીઓ દિલ્હી મુંબઈમાં સક્રિય હોવાની ચર્ચા
આ હવાલા કૌભાંડ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા ફંડ સાથે સંકળાયેલુ છે. આ ફંડને એન્ટ્રી કોર્પોરેટો, લોબી કરનારા તથા હવાલા ડીલરો દ્વારા હેરફેર કરવામા આવ્યા હતા. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ હેરફેરમાં સામેલ કંપનીઓ દિલ્હી અને મુંબઇમાં સક્રિય છે.
આ જ રીતે એક કંપનીની તપાસ આ વર્ષે જ એપ્રીલ મહિનામાં કરવામાં આવી હતી. સીબીડીટીએ જણાવ્યું હતું કે જે હવાલા રેકેટ આચરવામાં આવ્યું છે તે એવી જાહેર યોજનાઓ સાથે સંકળાયેલુ છે કે જે યોજનાઓ આર્થીક રીતે પછાત શ્રેણી એટલે કે ઇબીસી વર્ગ સાથે સંકળાયેલ હોય.
રેડ દરમિયાન આંધ્ર પ્રદેશના એક જાણીતા વ્યક્તિને 150 કરોડ રૂપિયાથી વધુનું ચુકવણી કરવાના પણ પુરાવા મળી આવ્યા છે. આ ઉપરાંત દરોડા દરમિયાન 4.19 કરોડ રૂપિયાથી જાહેર ન કરાયેલી રોકડ રકમ અને 3.20 કરોડ રૂપિયાના આભુષણ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.