વૈજ્ઞાનિકો અને મીડિયા પાસે એક ખબર આવી.. કે ભારત માં એક એવી ગુફા છે કે જ્યાં રામાયણ કાળ ના એક બહુ જ રહસ્યમયી પાત્ર જામુવંત રહે છે. આખરે તેમણે આ ગુફામાં જી શોધખોળ કરવાનો નિર્ણય કર્યો. વૈજ્ઞાનિકો અને મીડિયા વાળા કેમેરા લઈને પહોચી ગયા, અને જેવો તેમણે આ ગુફા માં પ્રવેશ કર્યો અને થોડે સુધી અંદર ગયા તો તેમણે કઈક એવું નજરે પડ્યું જેને જોતા જ તેઓ પોતાના કેમેરા સાથે જ તરત જ તે ગુફા માંથી બહાર ભાગી આવ્યા.
પુરાણોના અધ્યયનની જાણવા મળે છે કે વશિષ્ઠ, અત્રી, વિશ્વામિત્ર, દુર્વાશા, અસ્વત્થામાં, રાજા બલી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, માર્કંડેય, વેદ વ્યાસ અને જામવંત વગેરે ઘણાય ઋષિ મુની અને દેવતા શહ શરીર આજે પણ જીવિત છે.. જામવંત ના પરશુરામ અને હનુમાનજી સહીત ત્રણેય યુગોમાં હોવાનું વર્ણન મળે છે.
મધ્યપ્રદેશના જામગઢ માં એક એવી ગુફા છે જ્યાં જામવંતજી આજે પણ નિવાસ કરે છે તેવી માન્યતા છે. જામવંતજી ત્રેતાયુગ, રામાયણ કાળમાં અને દ્વાપરયુગના મહાભારત યુગમાં પણ હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુફા માં લાખો ટન સોનું પણ છુપાયું છે. અને એની પાછળ નું કારણ છે સહમંતક મણી! હા એજ સહમંતક મણી જે હરરોજ ૧૦ કિલો સોનું ઉત્પન્ન કરતી હતી. આ મણી માટે ભગવાન કૃષ્ણને જામવંત સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. કેમ કે તેના પર મણી ચોરી કરવાનો આરોપ હતો. જેને તેઓ મીટાવવા માંગતા હતા. તેના લીધે જ આ યુદ્ધ ભગવાન કૃષ્ણ ને કરવું પડ્યું હતું. આ યુદ્ધ આસરે ૨૭ દિવસો સુધી ચાલ્યું. જામવંતજી એ જયારે પોતાને યુદ્ધમાં હારતા નો અનુભવ કર્યો તો તેઓએ તરત જ શ્રી રામની પોકાર લગાડી. અને પછી કૃષ્ણને શ્રી રામના સ્વરૂપ માં આવવું પડ્યું.
રહસ્યો ને સુલજાવવા માટે અમુક મીડિયા ટીમે એવું વિચાર્યું કે આ ગુફા ની અંદર જઈને ઊંડી તપાસ હાથ ધરીશું. જેમ તેમ કરીને ખરબચડા રસ્તા અને ટેકરીઓ ને પાર કરીને તેઓ આ ગુફા પાસે પહોચ્યા. તેમણે ખુબ સારી રીતે બહાર થી આ ગુફા ની ચકાસણી કરી, પણ જેવા તેઓ આ ગુફા ની અંદર કેમેરાઓ લઈને ગયા તો તેમનો સામનો ભયાનક અંધકાર અને સાંપ-વિછીથી થયો. તેમણે જોયું કે અંદર નો રસ્તો વધારે ઊંડાણ માં છે, તેઓ ને લાગી રહ્યું હતું કે અંદર કોઈ એવું છે કે જે એમને એવો એહસાસ કરાવી રહ્યું હોય કે અહી થી તરત જ પાછા ફરી જાઓ. થોડી વાર બાદ મીડિયા ની ટીમ પોતાના કેમેરા સહીત અહી થી ભાગી નીકળી.
એવું માનવા માં આવે છે કે જમ્મુ કાશ્મીરની એક ગુફા માં જામવંતજી નું એક એવું સ્થાન છે જ્યાં તેઓએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી, અને આજે તે સ્થળ “પીર ખોહ” ના નામ થી ઓળખાય છે. જો તમારી રૂચી ભારત ના પૌરાણિક ઈતિહાસ માં છે અને સાથે જ મુસાફરી ના સૌકીન પણ છો તો જામવંત ગુફા ના દર્શન ઝરૂર થી કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.