વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રાજકોટના વેપારીએ ઝેરી ટીકડા ખાઇ ટુકાવ્યું જીવન

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ દરમિયાન આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ નજીક ગઇકાલે બની હતી. જાણવા મળ્યું છે કે, જસદણના વેપારી ભીખુભાઇ મોલીયા પીઠડિયા ગામે આવીને ઝેરી ટીકડા ખાઈને જીવન ટુંકાવ્યું હતું અને તેનું કુટુંબ નોધારું થઇ ગયું છે.

જાણવા મળ્યું છે કે, મૃતકે તોતિંગ વ્યાજના વિષચક્રમાં ફસાઇને જીવ આપવા સાથે એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં વ્યાજખોર કેમ પરેશાન કરતો હતો તેનો આખો ઘટનાક્રમ લખ્યો છે. આ અંગે જેતપુર ACP સાગર બાગમારે જણાવ્યું હતું કે, મૃતકે 8 લાખ વ્યાજ લીધા હતા અને આરોપી 40 લાખની માંગણી કરી અવારનવાર માનસિક દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને ભીખુભાઇએ આત્મહત્યા કરી લીધી છે.

ગઇકાલે રાજકોટ જિલ્લાનાં વિરપુર પાસેના પીઠડીયા પાસેથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તેણે ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. મૃતક તરીકેની ઓળખ ભીખુભાઇ મોલીયા તરીકે થઇ હતી અને તેનાં ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે શા માટે આત્મહત્યા કરી તેની વિગતો લખી હતી તેમજ કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ લખ્યું છે.

જાણવા મળ્યું છે કે, જસદણમાં દુકાન ચલાવીને ભીખુભાઇ મોલિયા પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધંધામાં થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના જ દિલીપ ગોવિંદ ચાંવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સામે તેણે તેને એક કોરો ચેક પણ લખીને આપ્યો હતો. ભીખુભાઇએ વ્યાજખોર દિલીપ પાસેથી આવી રીતે 3 થી 4 વખત રૂપિયા લીધા હતા અને તેના બદલમાં તેણે તેને કોરા ચેક પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

3 થી 4 વર્ષ પહેલા મૃતક ભીખુભાઇએ દિલીપ ચાંવ પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેને દિલીપને એક કોરો ચેક પણ આપ્યો હતો. મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દિલીપ ભીખુભાઇને સતત ડરાવતો અને ધમકાવતો હતો. તેમજ ભીખુભાઇએ તેની પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો.

આટલાથી નહિ અટકતા વ્યાજખોર દિલીપે ભીખુભાઇનો કોરો ચેક બેન્કમાં જમા કરાવીને બાઉન્સ કરાવ્યો હતો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેમજ દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા હતા અને અલગ-અલગ શહેરોમાં છૂપાયને રહેતા હતા. આ અસહ્ય ત્રાસ સહન ન થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

દિલીપ જસદણના વીંછિયા રોડ ઉપર રહે છે અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવનો છે. જાણવા મળ્યું છે કે, દિલીપ પૈસાની જરૂરિયાતવાળા લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખૂબ જ તોંતિગ વ્યાજ સાથે. દિલીપનું વ્યાજ 5 ટકાથી શરુ થઇને 10-15 ટકા સુધીનું હોય છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દિલીપના વ્યાજના વિષચક્રમાં ફસાય જાય તો ક્યારેય બહાર નીકળી શકતો નથી. દિલીપ જ્યારે પૈસા વ્યાજે આપે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક કોરો ચેક અને સાથે અનેક શરતો મુકે છે. જેમાં સમયસર વ્યાજના પૈસા ન આપે તો પેનલ્ટી સહિતની શરતો હોય છે. જો વ્યક્તિ વ્યાજ આપવામાં એક દિવસ મોડું કરે તો એક દિવસની પેનલ્ટી 200 રૂપિયા જેટલી વસૂલે છે.

આ વ્યાજખોર ભીખુભાઇ જેવા અનેક વ્યક્તિને વ્યાજના વિષચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે અને પોતે માલામાલ થઇ ગયો છે. તે એક ખાસ પદ્ધતિથી વ્યાજે પૈસા આપતો હતો. જેમાં તે એક બુક રાખે છે અને તેમાં તે રોજે રોજના પૈસા પણ વ્યાજે આપે છે. જેનું વ્યાજ 10 ટકાથી પણ વધારે હોય છે અને આવા વ્યાજના પૈસા તો નાના લોકો જ લે છે અને દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટતો હોવાનું સામે આવ્યું છે. બેફામ વ્યાજખોરીના ચક્રમાં ભીખુભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *