હવામાન વિભાગે કરી મોટી આગાહી: આવનારા ચાર દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોના વરસશે વરસાદ 

ગુજરાત: હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે ઉકળાટ વચ્ચે લોકોએ ઠંડક અનુભવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારો એવા પણ છે કે ત્યાં વરસાદ સાવ ઓછો વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવનારા ચાર દિવસોમાં વરસાદ આ વિસ્તારોમાં ખાબકશે. આ આગાહી પ્રમાણે ૨૬મી ઓગષ્ટ સુધી વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસશે આ સાથે 24 થી 26 ઓગષ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અત્યારે આ ચોમાસાનો 41 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે અને ત્યાં 50 ટકા જેટલો, ઉત્તર ગુજરાતમાં 31 ટકા, મધ્ય ગુજરાતમાં 37 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. તેની સાથે બીજા ઘણા વિસ્તારોમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે.

હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોઈએ એટલો નથી પડ્યો અને તેથી જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ગુજરાતમાં ઘણા ખરા જિલ્લાઓમાં ફરી એક વખતે વાદળો જતા રહ્યા છે અને તડકો પણ આવી ગયો છે. જેમાં સાબરકાંઠાના ઘણા ગામડાઓમાં અને બીજા ઘણા વિસ્તારોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *