Gujarat weather update: હાલ ગુજરાતભરમાં તોફાની વરસાદનું જોર ઘટ્યું છે. ચોમાસાએ જાણે બ્રેક લીધો હોય તેવો માહોલ સર્જ્ય ગયો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,(Gujarat weather update) રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 6 જુલાઈથી વરસાદનું જોર વધશે. 7 અને 8 તારીખના રોજ અત્યંત ભારે વરસાદની શક્યતા યથાવત કરી છે.
આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
આજે એટલે કે તારીખ 05 જુલાઈ એ સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદ, વડોદરા, ખેડામાં પણ વરસાદની શક્યતા છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
આજે તારીખ 05 જુલાઈ એ આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે.
6 અને 7 જુલાઈએ આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતી કાલે તારીખ 6 જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તારીખ 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
તારીખ 8 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંઅતિ ભારે વરસાદ પડશે!
હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં બે તબક્કામાં મેઘરાજા મન મૂકીને વરસી સકે છે . તારીખ 7થી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, ત્યાર પછી તારીખ 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ફરી એક વખત સારો વરસાદ પડશે. ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 11 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથ વધુ 16 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 15.3 ઈંચ વરસાદ નોંધાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube