બે કાંઠે વહેશે નદીઓના નીર, આગામી 36 કલાક તબાહી મચાવશે મેઘરાજા- અંબાલાલ પટેલની આગાહીએ હવામાન વિભાગને ચિંતામાં મુક્યું

Ambalal Patel Forecast in gujarat: વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી આજે સામે આવી છે. વાત જાણે એવી છે કે, અંબાલાલ પટેલે આવનાર 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની(Ambalal Patel Forecast in gujarat) આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારમાં ભારેથી અતિભારે વરસાદ પડે શકે તેવી આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.

ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી આજે સામે આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરામાં વરસાદની સંભાવના છે.

રાજ્યના આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવનાર 36 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશે તેમ અંબાલાલ પટેલે એમ પણ ઉમેર્યું હતું.

શું કહ્યું છે અંબાલાલ પટેલે ?
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, તારીખ 14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશે, આ સાથે 23 જૂલાઈએ પણ હવાનું હળવું દબાણ ઉભું થશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, તારીખ. 16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે આ સાથે તારીખ 25 થી 30 જૂલાઈ દેશના અનેક ભાગોમા વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *