ફેક્ચેક(factcheck): આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે. ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ હોય, તમને દરેક જગ્યાએ ગેરમાર્ગે દોરનારા સંદેશાઓ સરળતાથી જોવા મળશે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર(Modi government) કોરોના વાયરસ(Corona virus)ની સારવાર માટે યુવાનોને 4000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. મેસેજ સાથે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેના પર ક્લિક કરીને તમે સ્કીમનો લાભ લઈ શકો છો.
આ વાયરલ મેસેજની નોંધ લેતા પીઆઈબીએ સત્યતાની તપાસ કરી હતી. PIB ફેક્ટ ટીમની તપાસમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી રામબન સુરક્ષા યોજના) ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં.
दावा: प्रधानमंत्री रामबाण सुरक्षा योजना के अंतर्गत #कोरोनावायरस के निःशुल्क ईलाज के लिए सभी युवाओं को ₹4000 की मदद राशि मिलेगी। #PIBFactCheck
▶️यह दावा #फर्जी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है।
▶️ऐसी फर्जी वेबसाइट पर अपनी निजी जानकारी साझा न करें। pic.twitter.com/O4ohFzWplK
— PIB Fact Check (@PIBFactCheck) April 15, 2022
PIB ફેક્ટ ચેક શું છે?
નકલી સમાચારનો સામનો કરવા માટે, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ વિશેના સમાચારોની ચકાસણી કરવા માટે PIB ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતા ‘ફેક્ટ ચેકિંગ યુનિટ’ની રચના કરી છે. તમે PIB ફેક્ટ ચેક ટીમ દ્વારા ચેક કરાયેલા કોઈપણ મેસેજની સત્યતા પણ મેળવી શકો છો.
આ અંતર્ગત મીડિયામાં સરકાર અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા સમાચારોની સત્યતા જાણવામાં આવે છે. જો તમારી પાસે પણ કોઈ શંકાસ્પદ સમાચાર હોય તો તમે તેને factcheck.pib.gov.in અથવા whatsapp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ વિશે વધુ માહિતી PIBની વેબસાઇટ pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.