હાલ એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક યુવતી સાધ્વી બની રહેવા લાગતા તેના માતાપિતાએ આશ્રમના બાબા સામે વશીકરણ કર્યાનો આક્ષેપ કર્યો હતો. અહી એક પરમહંસ નામે પરમઆનંદ બાબાનો એક આશ્રમ આવેલો છે.
જ્યાં પાંચ વર્ષ પહેલાં એક યુવતી પોતાના મંગેતર સાથે આવી બાબાના દર્શન કરતા સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેની સગાઈ તૂટી જતા તેને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જોકે યુવતીનું સુખી લગ્ન જીવન લાંબુ ન ટકતા બન્ને વચ્ચે છુટાછેડાનો પ્રશ્ન થયો હતો.
ત્યાં આ યુવતી પોતાના માતાપિતા સાથે રહી પોતે શિક્ષિત હોવાથી આઇટી કંપનીમાં નોકરી કરતી હતી. જોકે, 14મી ફેબ્રુઆરીથી યુવતી પરમાનંદ નામના બાબા સાથે આશ્રમમાં આવી રહેવા લાગતા માતાપિતાએ બાબા પર ગંભીર આરોપો લગાવ્યાં છે. બાબાએ પોતાની પુત્રી પર વશીકરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
પરમાનંદ આશ્રમમાં પોતાની દીકરી રહેતી હોવાની જાણ થતા માતાપિતા પોલીસને સાથે રાખી ત્યાં પહોંચ્યા હતા. અહીં માતાપિતાએ તેની પુત્રીને સમજાવી સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પુત્રીએ સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો. યુવતીએ પોતે સાંસારિક જીવનથી ત્રસ્ત બની પોતાના આત્મા અને લોકોના કલ્યાણ માટે આશ્રમમાં રહેવા પોતાની ઇચ્છાથી આવી હોવાનું નિવેદન આપતા પોલીસ પણ ખાલી હાથ પરત ફરી હતી.
એક તરફ યુવતીએ પોતાના સાંસારિક જીવનથી પરેશાન હોવાની વાત કરી છે. ત્યાં બીજી તરફ યુવતીના માતા પિતાએ આશ્રમમાં રહેતા બાબાએ તેમની દીકરી પર મેલી વિદ્યાનો ઉપયોગ કરી વશીકરણ કરી 1.50 લાખ પડાવ્યા હોવાના આરોપો કર્યા છે.
આ ઉપરાંત, તેમણે આશ્રમમાં પોતાની દીકરી સલામત ન હોવાની વાત કરી અને પોલીસ અને સરકાર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle