કળિયુગી દીકરો: લાખોની કીમતે બંગલો લીધો- પણ બૈરીના કહેવાથી પોતાની જનેતાને ઘર બહાર કાઢી

માતા-પિતા એ બહુ મહેનત કરીને પોતાનાં બાળકોને મોટા કર્યાં હોય છે. એમને એમની બધીજ ફરજો પૂરી કરી હોય છે. અને પછી આપણી ફરજ આવે માતા પિતાને સાચવવાની તો કેમ આપણે આપણી ફરજ ભૂલીને આપણાં ઘરડા માતા-પિતાને સાચવવા નથી ગમતા? જયારે કોઈ મનુષ્યના જીવનમાં ઘડપણનો સમય આવે ત્યારે તેમને સૌથી વધારે સાથની જરૂર હોય ત્યારે એમને સૌથી વધારે પોતાનાં બાળકના સાથ-સહકાર ની જરૂર હોય ત્યારે તેમનું બાળક તેમને સાથ-સહકાર આપવાની જગ્યાએ માતા-પિતા ને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે. ત્યારે, કયારે પણ માતા -પિતા ની વેદનાનો અનુભવ કર્યો છે?

કહેવાય છે કે “માં તે માં, બીજા બધા વગડાના વા” પરંતુ અહિયાં તો એક દીકરાએ જ તેની માંને વગડાની વા બનાવી દીધી. તેની માતા કહે છે કે, મારા મોટા દીકરાએ લાખોનો બંગલો લીધો, પરંતુ મારા નસીબમાં તેમાં એક રૂમ પણ નથી. વહુએ જ્યારે હું તમારી સેવા તો શું તમને ઘરમાં રાખીશ પણ નહીં તેવું કહ્યું, ત્યારે પુત્ર ચૂપ રહ્યો અને આજે તેની ચૂપકિદી મને વૃદ્ધાશ્રમ સુધી ખેંચી લાવી છે. આ કીસ્સો વૃદ્ધાશ્રમમાં રહેતાં 80 વર્ષનાં એક બાનો છે.

શરીરે અશક્ત અને વોકર લઇને ચાલતાં મૂળ પ્રાંતિજનાં આ બા પુત્રના નામ માત્રથી પહેલાં તો હરખાઇ ઊઠ્યાં. પરંતુ, આંખોમાં ધસી આવેલાં આંસુને રોકતાં બોલ્યા, છોરુ કછોરું થાય પણ માવતર કમાવતર ન થઇ શકે. બાએ રડતી આંખે કહ્યું, 20 વર્ષ પહેલાં અકસ્માતમાં નાના પુત્રને ગુમાવ્યો અને ત્યારબાદ પતિને. ત્યારબાદ ભાડાના મકાનમાં એકલવાયું જીવન કાઢી નાખ્યું. પરંતુ વૃદ્ધાવસ્થામાં પુત્રએ હાથ ન ઝાલ્યો. કદાચ સંસ્કાર આપવામાં મારી કોઇ ખામી રહી ગઇ હશે. આજે છોકરાના છોકરા કેનેડા સ્થાયી થયા છે. છોકરાએ લાખોનો મોટો બંગલો લીધો પરંતુ મા માટે ક્યાંય જગ્યા નથી.

વહુએ સાથે રાખવાનો ઇન્કાર કરતાં પુત્રએ કહ્યું કે, બા તમે શાંતિથી રહો અને અમને રહેવા દો. બસ ત્યારથી વૃદ્ધાશ્રમ ઘર અને સાથી બહેનો પરિવાર બની ગયો છે અને હવે નિર્ણય લીધો છે કે, આંખો ખોલીશ તો વૃદ્ધાશ્રમમાં અને બંધ કરીશ તો પણ વૃદ્ધાશ્રમમાં જ. આ શબ્દો બોલતી વખતે પણ બા વિહવળ બની ગયાં હતાં. આ કિસ્સો છે મહેસાણાનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *