ગુજરાત(Gujarat): રાજ્યમાં થોડા દિવસ ફરી વરસાદી માહોલ(Rainy weather) જામ્યો હતો અને રાજ્યના ઘણા વિસતારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે અંત તરફ ધકેલાઈ રહ્યું છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ચોમાસાની વિદાય(end of the monsoon)ને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે રાજ્યમાંથી વિધિવત રીતે વિદાઈ થઇ ગઈ છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે-ધીમે વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે 2 ટકાથી વધારે વરસાદ નોંધાયો:
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદનો ખતરો પણ નહી રહે અને ગરબા રસિકો ઉત્સાહથી નવરાત્રીનો આનંદ માણી શકશે. સાથે જ રાજ્યમાં હવે વરસાદની ઘટ પણ સંપૂર્ણ પણે દૂર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં 2 ટકાથી વધારે વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે હવે રાજ્યમાં પાણીની અછતનો સવાલ પણ ઉભો નહિ થાય. ત્યારે મહત્વનું છે કે, આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પડ્યો હતો અને ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી અને ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ધોવાઇ ગયા હતા. ત્યારે હવે આગામી સમયમાં રાજ્યમાં હળવો વરસાદ પડશે જેને લીધે રાજ્યના ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો છે. રાજ્યમાંથી વિદાઈ લઇ લીધી છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા સતાવાર રીતે આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.