ફ્રેન્ચ ફ્રાઈસ(French fries) લોકોને સૌથી વધુ ભાવે છે. દુનિયાભરના લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પસંદ કરે છે. ફ્રાઈઝની સાથે ડિપ્સ(Dips) પણ ઘણા પોપ્યુલર(Popular) છે અને બાળકોને આ ફૂડ વધારે પસંદ આવે છે. ત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝના નવા વર્ઝને(Version) બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ન્યૂયોર્ક(New York)ની એક રેસ્ટોરાં(restaurant) 200 અમેરિકન ડોલર (15 હજાર રૂપિયા કરતા વધુ કિંમત)ની ફ્રેન્ઝ ફ્રાઈઝ વેચી રહી છે.
તમે વિચારતા હશો કે, રેસ્ટોરન્ટ આટલી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ કેવી રીતે વેચી શકે. પરંતુ, આ ફ્રેન્ચ ફ્રાઈસ કોઈ સામાન્ય ફ્રાઈ નથી. આ ફ્રાઈસ બનાવવા માટે વપરાતી સામગ્રી વિશ્વભરની રેસ્ટોરાંમાંથી મેળવવામાં આવે છે અને મોંઘા અને ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં 2006 વિન્ટેજ શેમ્પેન, જે લી બ્લેંક શેમ્પેન વિનેગર, ટ્રફલ સોલ્ટ, ટ્રફેલ ઓઈલ, કિંમતી ચીઝ, બટરની સાથે 23 કેરેટ એડિબલ ગોલ્ડનું ડસ્ટિંગ કરવામાં આવે છે. આ ફ્રેન્ચ ફ્રાઈસનું નામ છે ‘Crème dela Crème Pommes Frites’.
View this post on Instagram
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર જણાવવામાં આવ્યું કે, અમેરિકાના એનવાઈસીમાં રેસેન્ડિપિટી રેસ્ટોરાં દ્વારા તૈયાર ફ્રેન્ચ ફ્રાઈઝને ‘સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈઝ’નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, વીડિયોને અત્યાર સુધી 24k વધુ લોકોએ લાઈક કર્યો છે. જોકે, મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સ મોંઘી ફ્રાઈઝથી ખુશ નથી અને કહ્યું કે રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈઝ વધારે સારી છે. ઘણા અન્ય યુઝર્સે પણ વીડિયો જોયા પછી પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.