જગતજનની માતાએ જ જમાઈની સાથે મળીને રચ્યું પોતાના જ દીકરાની હત્યાનું ષડ્યંત્ર- સમગ્ર ઘટના જાણીને…

હાલમાં સમગ્ર દેશમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો આજે રહ્યો છે ત્યારે આવી જ હત્યાની એક ઘટના સામે આવી છે. માતાની મમતાની ઘટનાઓ તો તમે સાંભળી જ હશે. જો કે, આ ઘટના માતાની નફરતની છે. દીકરાની મારઝૂડથી કંટાળીને 55 વર્ષની માતાએ જમાઈની સાથે મળીને 3 લાખ રૂપિયાની સોપારી આપીને 22 વર્ષીય પુત્રની હત્યા કરાવી દીધી હતી.

ગેંગના શાર્પ શૂટરે 20 માર્ચની રાત્રે અંદાજે 8 વાગ્યાનાં સુમારે ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. 21 માર્ચની સવારમાં જિતેન્દ્રના ઘરથી અંદાજે 2 કિમી દૂર એક ખેતરમાં ગ્રામીણોને મૃતદેહ દેખાયો હતો. પોલીસ દ્વારા CCTV ફૂટેજને આધારે શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ માતા, જમાઈ તથા શાર્પ શૂટરની ધરપકડ કરી લેવામાં આવી છે.

વહુ અઢી મહિનાની ગર્ભવતી હતી, ત્યારે સાસુએ એનો ગર્ભપાત કરાવી નાખ્યો:
તપાસ અધિકારી જણાવે છે કે, 2 સગા ભાઈઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. એમનો એકમાત્ર છોકરો હતો. તેને દારૂ પીવાની આદત હતી તેમજ માતાની સાથે મારપીટ પણ કરતો હતો. જેનાથી કંટાળીને માતાની 50 લાખ રૂપિયાની સંપત્તિ પોતાની પુત્રીઓને આપવા માંગતી હતી.

બંને બહેનોને નફરત કરતો હતો. માતાએ દીકરીઓને રૂપિયાની મદદ કરવા પર તે કકળાટ કરતો હતો. આ વાતને લઈ તેણે જમાઈની સાથે ષડયંત્ર રચીને દીકરાની હત્યા કરી નાંખી હતી. આટલું જ નહિ, દીકરાના 9 મહિના અગાઉ જ લગ્ન થયા હતા. તેની પત્ની અઢી માસની પ્રેગનન્સી હતી ત્યારે સાસુએ ગર્ભપાત કરાવ્યો હતો કે, જેથી કોઈ નવો વારસ ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *