ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના વાપી(Vapi) ટાંકી ફળિયામાં રહેતા યુવકનું લાંબા સમયની બીમારી બાદ મોત થતા તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જોકે આ અંતિમ યાત્રામાં નીકળેલી તેમની માતાને અચાનક ચક્કર આવી જતા તે નીચે પડી ગઇ હતી અને જેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, માતા-પુત્રને નામધા ખાતે સ્મશાનમાં પાસ પાસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
વાપી ટાંકી ફળિયા સ્થિત ભીખી માતા મંદિરની પાસે રહેતા 50 વર્ષીય સુભાષભાઇ છનીયાભાઇ હળપતિ ડ્રાઇવિંગ કરી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. ઘણાં સમયથી બીમાર હોવાને કારણે શુક્રવારે રાત્રે ઘરે જ તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. શનિવારના રોજ સવારે સુભાષની અંતિમ યાત્રા ઘરેથી કાઢવામાં આવી હતી. ઘરથી 500 મીટર દૂર જ યાત્રામાં નીકળેલી 70 વર્ષીય માતા શાંતિબેનને અચાનક ચક્કર આવતા તેઓ જમીન પર નીચે ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ચલા સ્થિત પારેખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
માતા અને પુત્ર બંને એક પછી એક મોતને ભેંટતા ટાંકી ફળિયા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બંનેને નામધા ખાતે આવેલ સ્મશાન ગૃહમાં પાસ પાસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ આગાઉ જ મૃતક સુભાષના નાના ભાઇનું પણ મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.