હાલ રાજસ્થાન (Rajasthan)ના બુંદી(Bundi) જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના નૈનવા (Nainwa)માં શબાના નામની મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. શબાનાની નાની દીકરી તેની માતાના અવસાન બાદ તેની બાજુમાં બેઠી હતી. એ જ સીટ પર નવજાત શિશુ પણ કપડામાં લપેટાયેલું જોવા મળ્યું હતું. માહિતી આપ્યા બાદ લગભગ 6 કલાક સુધી પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. પોલીસ પહોચ્યા બાદ જ મૃતદેહ ઉપાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હરિયાણાના રેવાડીની એક પરિણીત મહિલાની તબિયત બગડતાં તેને નૈનવા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મૃતક શબાનાના ભાઈના જણાવ્યા મુજબ, તેની બહેનને પાંસળીમાં દુખાવો હતો, ત્યારબાદ તેને કોટા સારવાર માટે લઈ જવામાં આવી હતી. નૈનવા આવ્યા બાદ કોટા જવા માટે રોડવેઝની બસમાં બેસતાની સાથે જ શબાનાની તબિયત લથડી હતી. પરિવાર તેને નૈનવાન હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ શબાનાની સારવાર શરૂ કરી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને 6 કલાક સુધી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન મહિલાના બે બાળકો તેની બાજુમાં બેઠા હતા. બાળકો માતાના મૃત શરીર પર ઢાંકેલી ચાદર વારંવાર ખેંચતા રહ્યા અને તેમની દાદી તેમને ના પાડતી રહી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો ધ્રૂજી ઊઠ્યા.
શબાનાએ ત્રણ મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. બંને બાળકો પોતાની માતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મૃત્યુ બાદ મૃતદેહને વોર્ડમાં દર્દીઓની વચ્ચે રાખવામાં આવ્યો હતો. 6 કલાક પછી પોલીસ નૈનવા હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.