ગુજરાત(Gujarat): હળવદ(Halwad)ના માથક(Mathak) ગામની દીકરીની એક કિડની(Kidney) જન્મથી જ ખરાબ હતી. જ્યારે 19 વર્ષની ઉંમરે બીજી કિડની પણ ખરાબ થઇ જવાને કારણે તેના જીવ પર જોખમ રહેલુ હતું. ત્યારે દીકરીના માતાએ દીકરીને પોતાની કિડની આપી નવજીવન આપ્યું હતું અને હાલમાં જેને કારણે માતા અને તેમની દીકરી સ્વસ્થ અને સારું જીવન જીવી રહ્યા છે.
‘મા તે મા બીજા વગડાના વા’ કહેવતને સાર્થક કરતો એક બનાવ હળવદના માથક ગામેથી સામે આવ્યો છે. જેમાં બન્યું એવું છે કે, દીકરીની બન્ને કિડનીઓ ફેલ થઈ જવાને કારણે તેમના માતાએ દીકરીને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અલગ જ નવજીવન આપ્યું છે આ કિસ્સા પરથી જ ખરેખર ત્યાગની મૂર્તિ તરીકે માને જગતમાં પૂજવામાં આવે છે.
જણાવી દઈએ કે, મૂળ માથકના અને હાલ હળવદમાં રહેતા કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાની દીકરી જાન્વીની એક કિડની જન્મથી જ ખરાબ હતી અને બીજી કીડની પણ ખરાબ થઈ જવાને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ હતી. ત્યારે પોતાની દીકરીને કિડની આપવા માટે કૈલાસબેન જાતે જ તૈયાર થયા હતા. જણાવી દઈએ કે, સફળતાપૂર્વક કીડની ટ્રાન્સપ્લાન્ટ પછી માતા કૈલાસબેન અને જાન્વી દીકરી સ્વસ્થ અને સારું જીવન જીવી રહ્યા છે અને પોતાના રોજિંદા કામકાજ રાબેતા મુજબ કરી રહ્યા છે.
જ્યારે જાનવીના પિતા નવીનભાઇ મદ્રેસાણીયા કારનો શો રૂમ ચલાવી રહ્યા છે અને તેમના ઘરે 19 વર્ષ અગાઉ પુત્રીરત્ન જાનવીનો જન્મ થયો હતો. પરંતુ તેમના દીકરી જાનવીની તબિયત નરમ-ગરમ રહેતી હતી અને ડોક્ટર તપાસ કરાવતાં જાનવીની 1 કિડની જન્મથી જ ખરાબ અને બીજી 19 વર્ષની ઉંમરે ખરાબ થઈ જવાને કારણે માતાએ પોતાની દીકરીને કિડની ડોનેટ કરીને નવજીવન આપ્યું હતું.
પરિવારમાં કૈલાસબેનને 3 સંતાનમાં 2 દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. જે પૈકી સૌથી મોટી દીકરીને કીડનીની બિમારી હતી અને હાલમા જાનવી અને તેની માતાનું સ્વાસ્થ્ય સપૂર્ણ પણે સ્વસ્થ છે. ઘરના તમામ પ્રકારના કાર્યો કૈલાશબેન જાતે જ કરી રહ્યા છે તો સાથે સાથે તેમની દીકરી હાલમાં સરકારી ભરતીની તૈયારી પણ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.